Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઇલમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

01:28 PM May 10, 2024 | Vipul Pandya

Ahmedabad : અમદાવાદ (Ahmedabad) માં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા 70 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઈલ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત પોલીસે તાત્કાલિત તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ધમકીભર્યા ઇમેઇલમાં પાકિસ્તાન કનેક્શન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં પાકિસ્તાનના ફેઝલાબાદ આર્મી કેન્ટોન્મેન્ટનું કનેક્શન સામે આવ્યુ છે. પોલીસ સમગ્ર મામલાની ઉંડી તપાસ કરી રહી છે.

70 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી

આ સમગ્ર કેસમાં ગુજરાત પોલીસે દિલ્હી પોલીસના સંપર્કમાં રહીને તપાસ હાથ ધરી હતી. અમદાવાદની ગુરુકુળની એશિયા સ્કૂલ, થલતેજના આનંદ નિકેતન, ડીપીએસ બોપલ, મેમનગરની એચબીકે સ્કૂલ, થલતેજની ઝેબાર સ્કૂલ, એસજી રોડ પર કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ચાંદખેડા અને શાહીબાગ કેન્ટોનમેન્ટની બે કેન્દ્રીય વિદ્યાલયો સહિત 70 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

ધમકીભર્યા ઇ-મેઈલ મામલે ચોંકાવનારો ખુલાસો

આ મેઈલ ક્યાથી આવ્યો અને કોણે મુક્યો હતો તે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ઇ-મેઈલની તપાસ દરમિયાન રશિયાની રાજધાની મોસ્કોનું IP એડ્રેસ મળ્યું હતું. ગુજરાત પોલીસ દિલ્હી પોલીસને સાથે રાખીને આ કેસમાં તપાસ શરુ કરી હતી તેમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે.

ISI ની સંડોવણી ચોંકાવનારો ખુલાસો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનની ISI દ્વારા ચૂંટણીમા ભય ફેલાવવા માટે આ ઇમેઇલ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમે ISI ની સંડોવણી ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં દિલ્હી અને અમદાવાદની સ્કૂલોને મળેલી ધમકી એક જ વ્યક્તિએ આપી હોવાનુ સામે આવ્યું છે. પાકિસ્તાનના ફેઝલાબાદ આર્મી કેન્ટોન્મેન્ટનું કનેક્શન સામે આવ્યું છે. એ પણ ખુલાસો થયો છે કે વર્ચ્યુઅલ આઈડીથી મેઈલ મોકલવામા આવ્યા હતા

ISIના તૌહીદ લિયાકતના નામે આઈડી બનાવી હતી

ISIના તૌહીદ લિયાકતના નામે આઈડી બનાવી મેઈલ કરવામા આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાઓને પણ આ જ પ્રકારે ધમકીભર્યા ઇમેઇલ કરાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસ સમગ્ર મામલાની હજું ઉંડી ચપાસ કરી રહી છે.

આ આરોપી માત્ર ભારત વિરોધી પ્રવુતિઓ કરે છે

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે કહ્યું કે અમદાવાદ શહેરમાં કુલ 36 શાળાઓમાં ઈમેલ આવ્યા હતા . તમામ શાળાઓમાંથી કોઈ વસ્તુ મળી આવી નથી તેમણે કહ્યું કે પાકિસ્તાનથી આ તમામ ઈમેલ આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઇન્સ્ટા અને ટ્વીટર પર પણ એ વ્યક્તિએ આ તમામ માહિતી મૂકી હતી. અન્ય એજન્સીઓ માધ્યમથી પણ તેના નામનો ખુલાસો થયો છે. તેમણે કહ્યું કે ફેઝલાબાદ ખાતેથી આર્મી કન્ટેન્ટમેંટ ખાતે થી મેઈલ આવ્યાની જાણકારી મળી છે. તોહિદ લિયાકત નામની ઓળખથી અને સાથે અન્ય એક ઓળખ હમાદ જાવેદ નામની ઓળખ ધારણ કરી હતી. આ આરોપીની નામ અન્ય એક એજન્સી દ્વારા હનીટ્રેપ માં પણ ખૂલ્યું હતું . હાલમાં સ્ટેટ IB, સેન્ટ્રલ IB, ATS, NTRO અને RAW સાથેની એજન્સીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. આરોપીએ સોશિયલ મીડિયામાં ભારત વિરોધી વિડિયો પણ મુક્યા છે. આ આરોપી માત્ર ભારત વિરોધી પ્રવુતિઓ કરે છે. શાળાઓમાં ધમકી મળી હતી જેમાંથી કેટલીક શાળાઓમાં મતદાન માટે મથક પણ હતા લોકોમાં ભય રહે અને વોટ કરવા ના જાય આ ઈ મેઈલ કરવાનો એક હેતુ હતો.

આ પણ વાંચો—-AHMEDABAD: ‘શરિયા કાયદો’ લાગુ કરાવવા બોમ્બની ધમકી! જાણો કોણે કર્યો હતો મેઈલ?

આ પણ વાંચો— Ahmedabad : મતદાનના એક દિવસ પહેલા અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન, સ્કૂલોને મળી ધમકી!