+

હજારો કરોડના સટ્ટા-હવાલાકાંડની તપાસ Ahmedabad Police પાસેથી છીનવાઈ

અહેવાલ — બંકિમ પટેલ, અમદાવાદ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સુરત અને અમદાવાદ શહેર પોલીસે હજારો કરોડના ત્રણ ક્રિકેટ સટ્ટાકાંડના કૌભાંડનો પર્દાફાશ કરી વિદેશથી કારોબાર ચલાવતા અનેક નામચીન બુકીઓને વૉન્ટેડ (Wanted Bookies)…

અહેવાલ — બંકિમ પટેલ, અમદાવાદ

છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સુરત અને અમદાવાદ શહેર પોલીસે હજારો કરોડના ત્રણ ક્રિકેટ સટ્ટાકાંડના કૌભાંડનો પર્દાફાશ કરી વિદેશથી કારોબાર ચલાવતા અનેક નામચીન બુકીઓને વૉન્ટેડ (Wanted Bookies) દર્શાવ્યા છે. સાડા પાંચ મહિનામાં ગુજરાત પોલીસે 15 હજાર કરોડથી વધુ રકમના ક્રિકેટ સટ્ટા બેટીંગ (Cricket Betting) ના ત્રણ મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજ્યના સૌથી મોટા મનાતા કિક્રેટ સટ્ટા બેટિંગ અને હવાલાકાંડ (Hawala Racket) નો અમદાવાદ પીસીબી (Ahmedabad PCB) એ ભાંડો ફોડી તપાસનો ધમધમાટ શરૂ બોલાવ્યો હતો. 5 હજાર કરોડના સટ્ટા-હવાલાકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ શહેરની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (Special Investigation Team) પાસેથી માત્ર 19 દિવસમાં જ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (DGP Vikas Sahay) તપાસ આંચકી લીધી છે. હજારો કરોડના સટ્ટા-હવાલાકાંડની તપાસ અમદાવાદ શહેર પોલીસ પાસેથી છીનવી લેવાતાં આ મુદ્દો ગુજરાત પોલીસ બેડા તેમજ સટ્ટા બજારમાં હોટ ટોપિક બન્યો છે.

સુરત-અમદાવાદમાંથી હજારો કરોડનું બેટિંગ
ઑક્ટોબર-2022માં સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (Surat City EOW) એ રૂપિયા 7,800 કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને તેના આર્થિક વ્યવહારોનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmeabad Crime Branch) થોડાક સપ્તાહો પૂર્વે પાડેલા એક દરોડામાં મળી આવેલા દસ્તાવેજો અને ઈલેકટ્રોનિક એવિડન્સના આધારે ફેબ્રુઆરી-2023માં 1414 કરોડ રૂપિયાના સટ્ટાકાંડનો ગુનો નોંધ્યો હતો. જ્યારે અમદાવાદની ગુના નિવારણ શાખા (Prevention of Crime Branch) એ માધવપુરા વિસ્તારમાં આવેલા એક કોર્મશિયલ બિલ્ડીંગમાં રેડ પાડી 1800 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો સહિતનો સટ્ટા બેટિંગ, ડબ્બા ટ્રેડિંગ અને હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત પોલીસે કરેલા જુદાજુદા કેસોની તપાસમાં આ આંકડો 15 હજાર કરોડને પાર કરી ગયો છે.

અમદાવાદની SIT વિખેરી દેવાઈ
26 માર્ચના રોજ હજારો કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ, ડબ્બા ટ્રેડિંગ અને હવાલાકાંડના પર્દાફાશ બાદ માધવપુરા પોલીસે FIR નોંધતા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે (Sanjay Shrivastava) તુરંત એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી દીધી હતી. અમદાવાદ શહેરની આર્થિક ગુના નિવારણ શાખા (Economic Offences Wing) ના ડીસીપી ભારતી પંડ્યા (DCP Bharti Pandya) ની અધ્યક્ષતામાં 27 માર્ચના રોજ SIT ની રચના કરાઈ. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં સૌ પ્રથમ પીસીબી પીઆઈ તરલ ભટ્ટ (PCB PI Taral Bhatt) અને માધવપુરા પીઆઈ આઈ. એન. ઘાસુરા (PI I N Ghasura) સહિતનો સ્ટાફ લેવામાં આવ્યો હતો. બે દિવસ અગાઉ સીટમાં વધુ બે પીઆઈ વી. એમ. દેસાઈ (PI V M Desai) અને જી. આર. ગઢવી (PI G R Gadhavi) ને સમાવવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ પાસેથી આખેઆખી તપાસ આંચકી લેવામાં આવતા સીટ વિખેરી દેવામાં આવી છે.

સીટની તપાસને લઈને રજૂઆત
ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસ પોલીસ દિન-પ્રતિદિન કરે છે.  હજારો કરોડના સટ્ટા-હવાલાકાંડના કેસમાં અમદાવાદ પોલીસે બનાવેલી SIT એક પછી એક આરોપીને પકડવા ગતિમાન બની હતી. કરોડોના આર્થિક વ્યવહારો સાથે સંકળાયેલા અનેક લોકોની પોલીસે મેરેથોન પૂછપરછ શરૂ કરી આ કેસમાં બે ડઝનથી વધુ શખ્સોની સંડોવણી ખોલી હતી. સટ્ટા બેટિંગ એપની જાહેરખબરમાં ભૂમિકા ભજવનારા ફિલ્મ અભિનેતા-અભિનેત્રી (Film Actor-Actress) ઓની પૂછપરછ કરવામાં આવશે તેવો દાવો સીટના અધિકારીએ કર્યો હતો. માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી આ કદાચ પ્રથમ ફરિયાદ હશે કે જે, અતિ ઝીણવટભરી રીતે અને સંખ્યાબંધ કલમો સાથે નોંધવામાં આવી હોય.

તપાસ SMC ને સોંપવામાં આવી
ગણતરીના બાકી રહેલા બોલમાં ઉપરાછાપરી છગ્ગા મારવા માટે પંકાયેલા અમદાવાદના IPS અધિકારીએ માજા મુકી  છે અને તેની અસર શહેર પોલીસની તપાસ ઉપર પણ પડી રહી છે. સટ્ટા-હવાલા રેકેટની તપાસમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા અમદાવાદ પોલીસ પાસેથી અચાનક જ તપાસ આંચકી લેવામાં આવી છે. આ ઉપરાંત કેસની તપાસ દેશ વ્યાપી તેમજ ખૂબ જ મોટું આર્થિક કૌભાંડ હોવાથી DGP વિકાસ સહાયે SMC ને કેસ સોંપ્યો છે.

આ પણ વાંચો : આપઘાતનો પ્રયાસ : MLA કાંતિ અમૃતિયા અને BUILDER જેરામ કુંડારીયાની ભાગીદારીના આ રહ્યા પૂરાવા

Whatsapp share
facebook twitter