+

હિઝબુલ્લાનો ચીફ હસન નસરાલ્લાહ મિસાઇલ હુમલામાં માર્યો ગયો

હિઝબુલ્લાનો ચીફ નસરલ્લાહ માર્યો ગયો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે કર્યો સૌથી મોટો દાવો બેરુતમાં ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ઠાર માર્યો નસરલ્લાહના ભાઈનો પણ ઇઝરાયેલે ખાતમો કર્યો હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ (Hezbollah chief Hassan…
  • હિઝબુલ્લાનો ચીફ નસરલ્લાહ માર્યો ગયો
  • ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે કર્યો સૌથી મોટો દાવો
  • બેરુતમાં ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ઠાર માર્યો
  • નસરલ્લાહના ભાઈનો પણ ઇઝરાયેલે ખાતમો કર્યો

હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ (Hezbollah chief Hassan Nasrallah) મિસાઇલ હુમલા (Missile Attack) માં માર્યો ગયો છે. આ વાતની પુષ્ટી ઇઝરાયેલની સેના IDF એ કરી છે. ઇઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર, શુક્રવારે અને આજે થયેલા હુમલામાં હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ (Hezbollah chief Nasrallah) માર્યો ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું છે કે હસન નસરાલ્લાહ હવે દુનિયામાં આતંક ફેલાવી શકશે નહીં. ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કાર્કીના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે.

ઈઝરાયેલની સેનાએ હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને ઉતાર્યો મોતને ઘાટ

બેરૂતમાં હિઝબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર હુમલા બાદ ઈઝરાયેલની સેનાએ હસન નરસુલ્લાહના મોતની જાહેરાત કરી છે. જો કે લેબનોન પર ઇઝરાયેલી સૈન્યના ઘાતક હુમલા બાદ નસરાલ્લાહના ભાવિની કોઈ તાત્કાલિક પુષ્ટિ થઈ ન હતી, હિઝબુલ્લાહના નજીકના સ્ત્રોતે રોઇટર્સને જણાવ્યું હતું કે તે (હસન નસરાલ્લાહ) હવે નથી રહ્યો. આ પછી હવે IDFએ હસન નસરાલ્લાહને માર્યો હોવાનો દાવો પણ કર્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા 32 વર્ષથી ઈરાન સમર્થિત આતંકવાદી જૂથના નેતા હસન નસરાલ્લાહ હમાસ પર હુમલા વિરુદ્ધ ઈઝરાયેલ સાથે યુદ્ધ લડી રહ્યા હતા. પરંતુ હવે તેણે જ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પહેલા ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહ બાદ તરત જ ઈઝરાયેલની સેનાએ હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને પણ મારી નાખ્યો હતો.

ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યાનો ડર ત્યારે વધી ગયો હતો જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમનો યુએસ પ્રવાસ અધવચ્ચે છોડીને શુક્રવારે તેમના દેશ પરત ફર્યા હતા. જ્યારે તે આજે રાત્રે અમેરિકાથી પરત આવવાના હતા. હિઝબુલ્લાના વડાની હત્યા બાદ IDFએ ટ્વીટ કર્યું કે નસરાલ્લાહ હવે દુનિયાને આતંકિત કરી શકશે નહીં. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે લખ્યું છે કે હસન નસરાલ્લાહ માર્યા ગયા છે.

આ પણ વાંચો:  Israel-Hezbollah War : ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાહનો કમાન્ડર ઢેર!

Whatsapp share
facebook twitter