Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયાએ પરમાણુ યુદ્ધાભ્યાસ શરુ કર્યો, રશિયન મીડિયાના દાવાથી ખળભળાટ

12:58 PM Apr 19, 2023 | Vipul Pandya

રશિય અને યુક્રેન વચ્ચે સતત પાંચ દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ હવે વધારે તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગયું છે. એક તરફ રશિયા અને યુક્રેન વચચે બેલારુસની સરહદ પર શાંતિ મંત્રણા શરુ તઇ ગઇ છે. તો બીજી તરફ રશિયન મીડિયાના જે અહેવાલો સામે આવ્યા છે, તેના કારણે દુનિયામાં સનસનાટી વ્યાપી છે. રશિયન મીડિયાના દાવા પ્રમાણે રશિયા દ્વારા પરમાણુ યુદ્ધાભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. 
બેલારુસમાં બંને દેશો વચ્ચે શરુ થયેલી શાંતિ વાર્તાના કારણે વિશ્વને થોડો હાંશકારો થયો હતો કે કદાચ યુદ્ધનો અંત આવી શકે છે. જો કે આ હાંશકારો ક્ષણિક જ નિવડ્યો છે. રશિયન મીડિયા દ્વારા દાવો કરવાામાં આવ્યો છે કે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવા માટે પરમાણુ યુદ્ધાભ્યાસ શરુ કરવાામાં આવ્યો છે. જેને લઇને રશિયન રક્ષામંત્રી જનરલ સર્ગેઇ શોઇગુએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને જાણકારી પણ આપી છે. રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાના નોર્ધન એન્ડ પેસિફિક ફ્લીટની સ્ટ્રેટેજિક મિસાઈલ કમાન્ડને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નાટો દેશો દ્વારા આપવામાં આવેલા રશિયા વિરુદ્ધના આક્રમક નિવેદનો તથા અમેરિકા અને યુરોપિયન દેશો દ્વારા મુકાયેલા પ્રતિબંધોના જવાબમાં રવિવારે પુતિને પરમાણુ ફોર્સને એલર્ટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુદ્દની શરુઆતથી જ પુતિન દ્વારા પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી રહી છે. પુતિને યુક્રેનને સમર્થન આપતા દેશોને કડક ધમકી આપતા કહ્યું કે જો બહારનો કોઈ દેશ હસ્તક્ષેપ કરશે તો તેને એવા પરિણામો ભોગવવા પડશે જે તેણે આજ સુધીના ઈતિહાસમાં ક્યારેય જોયા નહીં હોય.