Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલો,DSP સહિત 3 પોલીસ કર્મીના મોત

06:09 AM Apr 20, 2023 | Vipul Pandya

  • પાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલો
  • પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો
  • ડીએસપી સહિત 3 પોલીસ કર્મીના મોત
  • છથી આઠ આતંકીઓએ કર્યો હુમલો 
પાકિસ્તાન (Pakistan)ના પેશાવર (Peshawar)માં ફરી એક વાર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. પેશાવરમાં પોલીસ પર આ આતંકી હુમલો થયો છે જેમાં ડીએસપી સહિત 3 પોલીસ કર્મીના મોત થયા છે.  મળતી માહિતી મુજબ, આ હુમલો પેશાવરના સરબંદ વિસ્તારમાં થયો હતો. ઘટના બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરવા આવેલા આતંકીઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. આતંકીઓ પાસે ઘાતક હથિયારો અને નાઈટ વિઝન ચશ્મા પણ હતા.
આતંકી હુમલામાં ડીએસપી સહિત 3ના મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે પેશાવરના સરબંદ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. ગોળીબારમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડીએસપી સરદાર હુસૈન સહિત ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓના જીવ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સરબંદ વિસ્તારમાં આતંકીઓએ લોંગ રેન્જ રાઈફલ અને હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

આતંકવાદીઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા
પોલીસ સુત્રોએ જણાવ્યું કે હુમલામાં ઓછામાં ઓછા છથી આઠ આતંકવાદીઓ સામેલ હતા. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર બે બાજુથી હેન્ડ ગ્રેનેડ અને નાઈટ વિઝન ગોગલ્સ સાથે ફીટ સ્નાઈપર ગન વડે હુમલો કર્યો. ઘટના બાદ તરત જ મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.