Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકામાં ખાલિસ્તાન સમર્થક Gurpatwant Singh Pannu ની હત્યાની સાજીશના કેસમાં નિખિલ ગુપ્તાએ પોતાને નિર્દોષને ગણાવ્યો

10:05 AM Jun 18, 2024 | Harsh Bhatt

Gurpatwant Singh Pannu Case : ખાલિસ્તાન સમર્થક Gurpatwant Singh Pannu ની હત્યાના કાવતરામાં હવે નવી માહિતી સામે આવી રહી છે.Gurpatwant Singh Pannu ની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી નિખિલ ગુપ્તાએ કોર્ટમાં પોતાને નિર્દોષ ગણાવ્યો છે. નિખિલ ગુપ્તા ભારતીય નાગરિક છે અને તેઓ 52 વર્ષના છે. તેમને 14 જૂનના રોજ ચેક રિપબ્લિકથી યુએસ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નિખિલ ગુપ્તાના વકીલ જેફરી ચેબ્રોવેએ તેમના વતી કોર્ટમાં દોષિત ન હોવાની અરજી રજૂ કરી હતી.

ગુપ્તાએ પોતાના વકીલ મારફત આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા

ઉલ્લેખનીય છે કે, ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની ન્યૂયોર્કમાં ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ થવા બદલ યુએસ સરકારની વિનંતી પર ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે. ત્યારે હવે આ કેસમાં નિખિલ ગુપ્તા ઉપર આરોપ હતો કે પન્નુની હત્યા કરવા માટે કોન્ટ્રાક્ટ કિલરને હાયર કર્યો હતો. ગુપ્તાએ US$15,000 એડવાન્સમાં આપ્યા છે. કોર્ટમાં ગુપ્તાએ પોતાના વકીલ મારફત આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

નિખિલને થઈ શકે છે 10 જેલની સજા

અહી આ કેસમાં નિખિલ ગુપ્તા જો દોષી સાબિત થાય તો તેને મહત્તમ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. કોર્ટમાં આ મામલામાં આગામી સુનાવણી 28 જૂને છે.

આ પણ વાંચો : Strawberry Moon : 21 જૂને ચંદ્રમાં દેખાશે એકદમ અલગ, 19 થી 20 વર્ષમાં માત્ર એક જ વાર બને છે આ દુર્લભ ઘટના