Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Russia Terrorist Attack : ISIS એ લીધી આ હુમલાની જવાબદારી, સામે આવી આતંકવાદીઓની તસવીરો

10:05 AM Mar 23, 2024 | VIMAL PRAJAPATI

Russia Terrorist Attack : રશિયાની રાજધાની મોસ્કોમાં જે આતંકી હુમલો થયો છે, તેની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઑફ સીરિયા એન્ડ ઇરાકે લીધી છે. ISIS એ શુક્રવારે મોસ્કોના ક્રોકસ કોન્સર્ટ હોલમાં ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી છે. આ ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા અને 145 લોકો ઘાયલ થયા હતા. ISISએ તેની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અમારા લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની બહાર સ્થિત ક્રોકસ કોન્સર્ટ હોલ પર હુમલો કર્યો.‘ એટલું જ નહીં પરંતુ આ આતંકવાદી હુમલાને લઈને ISના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો સુરક્ષિત રીતે તેમના ઠેકાણાઓ પર પાછા ફર્યા છે.

આતંકવાદીઓ ઈંગુશેટિયાના વતનીઃ મીડિયા રિપોર્ટ

અત્યારે રશિયન મીડિયા એજન્સીએ આતંકવાદીઓની તસવીર પણ શેર કરી છે. મીડિયા રિપોર્ટ વાત કરીએ તો, આતંકવાદી હુમલામાં ત્યાના લોકોએ જણાવ્યું કે, હુમલાખોરો ‘એશિયન અને કોકેશિયનો’ જેવા દેખાતા હતા અને તેઓ રશિયન નહીં પણ વિદેશી ભાષામાં વાત કરી રહ્યા હતા. રશિયન મીડિયાનો દાવો છે કે આતંકવાદીઓ ઈંગુશેટિયાના વતની છે. ઉલ્લેખનીય છે કે, મિલિટરી યુનિફોર્મ પહેરેલા આતંકીઓ બિલ્ડીંગમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતી. જે પણ સામે દેખાતું હતું તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી એક વિસ્ફોટ થયો, જેના કારણે કોન્સર્ટ હોલમાં આગ લાગી.

ગોળીબાર શરૂ કર્યો ત્યારે હોલમાં 6200 લોકો હતા

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ આતંકીઓ હુમલો કર્યો ત્યારે આ હોલમાં ‘પિકનિક મ્યૂઝિક’ બેન્ડનું પરફોર્ન્સ ચાલી રહ્યું છે. આ મ્યુઝિક કોન્સર્ટની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. એક અનુમાન મુજબ જ્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો ત્યારે હોલમાં 6200 લોકો હાજર હતા. ક્રોકસ ખાતે હોલની મહત્તમ ક્ષમતા 9,500 લોકો છે. રશિયાના એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ પહેલા સુરક્ષાકર્મીઓની હત્યા કરી અને પછી કોન્સર્ટ હોલની એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દીધી અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. વિસ્ફોટ બાદ કોન્સર્ટ હોલના ઉપરના માળે આગ ફાટી નીકળી હતી અને છતનો એક ભાગ તૂટી પડ્યો હતો.

નોંધનીય છે કે, રશિયન મંત્રાલયે આને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ જઘન્ય અપરાધની નિંદા કરવાની અપીલ કરી. આ આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે વ્લાદિમીર પુતિને તાજેતરમાં પૂર્ણ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે અને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સતત પાંચમી મુદત સંભાળવા જઈ રહ્યા છે. બીજી તરફ રશિયા છેલ્લા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે.

આ ઘટના ખુબ જ ભયાનક છેઃ અમેરિકા

મોસ્કોના પાસ કોન્સર્ટ હોલમાં થયેલા આતંકવાદી હુલમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન કિર્બીએ કહ્યું કે, ‘આ મામલે અમે વધારે નહીં કહીં શકીએ…અમે અત્યારે વધારેમાં વધારે માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ ઘટના ખુબ જ ભયાનક છે અને અમારી સંવેદનાઓ આ ગોળીબારના હુમના પીડિતો સાથે છે. મોસ્કોમાં અમારા દૂતાવાસે અમેરિકનોને એક એડવાઈઝરી જારી કરી છે જેમાં તેઓને કોઈપણ મોટા ફંક્શન્સ, મ્યુઝિક કોન્સર્ટ અને શોપિંગ મોલ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સમયે એવા કોઈ સંકેત નથી કે યુક્રેન કે યુક્રેનિયનો ગોળીબારમાં સામેલ હતા.

આ પણ વાંચો: Terrorist Attack : મોસ્કોમાં થયો ઘાતકી આતંકી હુમલો, ફાયરિંગ અને બ્લાસ્ટમાં 60 મોત અને 145 ઘાયલ
આ પણ વાંચો: Russia Terrorist Attack : જાણો કેમ અમેરિકાએ કરી હતી ભવિષ્યવાણી? 14 દિવસ પછી જ થયો આતંકી હુમલો
આ પણ વાંચો: America: અમેરિકાએ પોતાના નાગરિકોને રશિયા ના જવાની આપી ચેતવણી, જાણો શું છે મામલો?