Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pakistan New PM: પાકિસ્તાનની કમાન હવે શાહબાઝના હાથમાં, 24માં વડાપ્રધાનની નેશનલ એસેમ્બલીએ કરી જાહેરાત

05:40 PM Mar 03, 2024 | VIMAL PRAJAPATI

Pakistan New PM: પાકિસ્તાનમાં ઘણાં સમયથી ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરતું પ્રધાનમંત્રીના નામની કોઈ જાહેરાત કરવામાં નહોતી આવી. જો કે, અત્યારે મળતા સમાચારે પ્રમાણે પાકિસ્તાના પ્રધાનમંત્રીના નામ પર મોહર લવાદી દેવામાં આવી છે. રવિવારે શહબાજ શરીફને ફરી એકવાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે તેમના ભાઈ નવાઝ શરીફના ચોથા કાર્યકાળને નકારી કાઢ્યા બાદ બીજી વખત આ પદ સ્વીકાર્યું હતું. પાકિસ્તાની મીડિયા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે, નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે જાહેરાત કરી હતી કે PML-Nના પ્રમુખ શહેબાઝ શરીફને 201 મતો મળ્યા બાદ પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે.

પીટીઆઈના ઉમેદવાર ઉમર અયૂબ ખાનને 92 મત મળ્યા

મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, પ્રધાનમંત્રી પદના દાવેદાર પીટીઆઈના ઉમેદવાર ઉમર અયૂબ ખાનને 92 મત મળ્યા હતા. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણીઓ યોજાઈ હતી. ત્યારે ચૂંટણી દરમિયાન મોબાઈલ ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ચૂંટણી વખતે હિંસાના કારણ મતદાનમાં ઘણી તકલીફ આવી હતી. ઉલ્લેખનીય છે કે, તેના કારણ કે, ચૂંટણીના પરિવાણોમાં વિલંબ આવ્યો હતો.

રાષ્ટ્રીય ચૂંટણીમાં તેમના સાથે છેતરપિંડી થઈ હતી: ઇમરાન ખાન

શરીફ ઓગસ્ટ સુધી તેમની ભૂમિકા પર પાછા ફર્યા જ્યારે ચૂંટણી પહેલા સંસદ ભંગ કરવામાં આવી અને એક સંભાળ રાખનાર સરકારે સત્તા સંભાળી. ગુરુવારે તેની પ્રથમ બેઠક યોજાયેલી સંસદમાં મતદાન કડક સુરક્ષા વચ્ચે થયું હતું. કારણ કે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારોએ પરિણામોનો વિરોધ કર્યો હતો અને તેમની મુક્તિની માંગ કરી હતી. મળતી વિગતો પ્રમાણે ખાન દ્વારા સમર્થિત સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલ પાર્ટી(SIC)નો આરોપ છે કે, રાષ્ટ્રીય ચૂંટણીમાં તેમના સાથે છેતરપિંડી થઈ હતી જેથી તેમણે ચૂંટણી માટે ઓડિટ કરવાની માંગ કરી હતી.

પાકિસ્તાનમાં કોઈ પણ એક પાર્ટીને બહુમતી નથી મળી.અત્યારે જેનું પાકિસ્તાનના પ્રધાનમંત્રી માટે નામ જાહેર કરવામાં આવ્યું છે કે, 72 વર્ષીય શરીફ ત્રણ વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ છે. જેમણે પોતાની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)પાર્ટીના ચૂંટણી અભિયાન અનર્તગ પાકિસ્તાનમાં ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો: Report : ભારતમાં અતિશય ગરીબી દૂર થઈ, US રિપોર્ટમાં કરાયો દાવો…