Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકાની આ શોધથી ભારતને પણ થશે ફાયદો, હાથ લાગ્યું 2 અરબ ટન White Gold!

05:01 PM Feb 12, 2024 | VIMAL PRAJAPATI

White Gold: અમેરિકા અને ચીન વચ્ચે અત્યારે ભારે તનાતનીનો માહોલ ચાલી રહ્યો છે. બન્ને દેશો અત્યારે પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ દરમિયાન અમેરિકાને અરબો ડોલરનો ખજા નો (White Gold) હાથ લાગ્યો છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ શોધ બાદ અમેરિકા ટૂંક સમયમાં રેર અર્થ મિનરલ્સના મામલે ચીનને પાછળ છોડી શકે છે. અમેરિકન રેર અર્થ ઇન્ક દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ નવું રિઝર્વ ચીનના 44 મિલિયન મેટ્રિક ટનના રિઝર્વને વટાવી જશે. વધુ વિગત આપી કે, આ સ્ટોર તેણે તેના સપનામાં પણ જોયો હતો તેના કરતા ઘણો મોટો છે. તે પણ જ્યારે તેઓએ માત્ર 25 ટકા વિસ્તારમાં જ ડ્રિલ કર્યું છે.

હેલેક ક્રીક પ્રોજેક્ટમાં 367 જગ્યાએ ખનનનો અધિકાર

મળતી વિગતો પ્રમાણે આ કંપની પાસે હેલેક ક્રીક પ્રોજેક્ટમાં 367 જગ્યાએ પણ ખનન કરવાનો અધિકાર છે. આ સિવાય પણ વયોમિંગમાં 1844 એકડના વિસ્તારમાં ખનન કરવાનો અધિકાર છે. નોંધનીય છે કે, આ 2 અરબ ટનનું રેઅર અર્થ ખનિજ અમેરિકા આ ખનિજોના મામલે વિશ્વમાં બાદશાહ બનાવી શકે છે. અમેરિકા આમેય વિશ્વની મહાસત્તા છે. રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ સ્માર્ટફોનથી લઈને હાઇબ્રિડ કાર અને એરક્રાફ્ટ અને લાઇટ બલ્બ અને લેમ્પમાં થાય છે. આ પૃથ્વી પરના બહુ ઓછા દેશોમાં જોવા મળે છે અને હાલમાં વિશ્વની 95 ટકા દુર્લભ પૃથ્વી સામગ્રી ચીનમાંથી આવે છે અને તેથી જ તેના પર તેનું સંપૂર્ણ વર્ચસ્વ છે. તેમાંથી હથિયારો પણ બનાવવામાં આવે છે.

અમેરિકી કંપનીએ 2023માં ખનનની શરુઆત કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચીન આ ખનિજના કારણે પોતાની દાદાગીરી કરી રહ્યું છે. તે વિશ્વના દેશોને આ ખનિજ સપ્લાય રોકી દેવાની ધમકી આપીને પોતાના વાત મનાવી લેતું આવ્યું છે. અત્યારે અમેરિકાના આ રેઅર અર્થ કંપની ચીનના રેકોર્ડને તોડવા જઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે અમેરિકાની આ કંપનીએ 2023માં ખનનની શરુઆત કરી હતી. રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ સ્માર્ટફોનથી લઈને હાઇબ્રિડ કાર અને એરક્રાફ્ટ અને લાઇટ બલ્બ અને લેમ્પમાં થાય છે. આ પૃથ્વી પરના બહુ ઓછા દેશોમાં જોવા મળે છે અને હાલમાં વિશ્વની 95 ટકા દુર્લભ પૃથ્વી સામગ્રી ચીનમાંથી આવે છે અને તેથી જ તેના પર તેનું સંપૂર્ણ વર્ચસ્વ છે. તેમાંથી હથિયારો પણ બનાવવામાં આવે છે.

આ શોધ પછી ચીનની દાદાગીરી હવે નહીં ચાલે

આ બાબતે વિગતો આપતા કંપનીએ કહ્યું કે, હજી આ પ્રોજેક્ટનું માત્ર 25 ટકા જ ખનન થયું છે. રામાકો કંપનીએ ખુલાસો કર્યો છે કે વ્યોમિંગમાં શેરિડન પાસે દુર્લભ ખનિજો મળી આવ્યા છે. તેની કુલ કિંમત 37 અબજ ડોલર છે. કંપનીએ કહ્યું કે અત્યાર સુધી અમે માત્ર 100 થી 200 ફૂટ સુધી જ પરીક્ષણ કર્યું છે. અમેરિકા સાથે રેઉલ્લેખનીય છે કે, આ ખોજ એવા સમયે કરવામાં આવી છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે તનાતનીનો માહોલ ચાલી રહ્યો છે. આ શોધ ભારતને પણ ઘણો ફાયદો થઈ શકે છે, જે હાલમાં ર અર્થ અને લિથિયમ જેવા ખનિજો માટે વાટાઘાટો કરી રહ્યું છે. ભારત લોકતાંત્રિક દેશો સાથે મળીને ચીનના એકાધિકારનો સામનો કરવામાં લાગી ગયું છે.

આ પણ વાંચો: Qatar : ભારતને મળી મોટી જીત, કતારમાં કેદ 8 ભૂતપૂર્વ ભારતીય સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા…