Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

China : શાળાની હોસ્ટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત

12:08 PM Jan 20, 2024 | Hardik Shah

China : ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ચીનની એક શાળાની હોસ્ટેલમાં એક મોટો અકસ્માત થયો છે. જણાવી દઇએ કે, હોસ્ટેલમાં ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા. આ વિશાળ આગની ઝપેટમાં આવી ગયા પછી સામે આવ્યું કે એક ડઝનથી પણ વધુ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયું હતું. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર વિભાગના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

ચીનની શાળા હોસ્ટેલમાં 13 બાળકોના મોત

ચીનની એક શાળા હોસ્ટેલમાં મોટી આગની દુર્ઘટના બની જેમા 13 લોકોના મોત થયા છે. સિન્હુઆ સ્ટેટ ન્યૂઝ એજન્સીએ આ અંગે માહિતી આપી છે. આ ઘટના મધ્ય ચીનમાં બની હતી. શુક્રવારે રાત્રે જ્યાં આ દુર્ઘટના થઈ તે જગ્યાએ નાના બાળકોની શાળા હતી. આ શાળા હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાઈનીઝ સ્કૂલના હોસ્ટેલમાં લાગેલી આગ ખૂબ જ ગંભીર હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, પરંતુ આગની ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ચીનના સત્તાવાર અખબાર ‘ધ પીપલ્સ ડેઈલી’એ શનિવારે અહેવાલ આપ્યો હતો કે હેનાનના યાનશાનપુ ગામની યિંગકાઈ સ્કૂલમાં શુક્રવારે રાત્રે સ્થાનિક સમય અનુસાર રાત્રે 11 વાગ્યે આગ લાગી હતી.

શાળાના સંચાલકની અટકાયત

મળતી માહિતી અનુસાર, આ એક ખાનગી શાળા હતી, જેમાં નર્સરી અને પ્રાથમિક વર્ગના બાળકો અભ્યાસ કરતા હતા. આ મામલામાં નાન્યાંગ શહેરની નજીક સ્થિત શાળાના સંચાલકની અટકાયત કરવામાં આવી છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. તેના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો – Ayodhya Ram Mandir : બ્રિટેનની સંસદમાં જય શ્રી રામ નારા ગુંજી ઉઠી,સમગ્ર વાતાવરણ રામમય બન્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ