Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nepal Buddha Boy: નેપાળના બુદ્ધ બોયને યૌન શોષણ કરવા બદલ 10 વર્ષની સજા ફટકારવામાં આવી

05:02 PM Jul 02, 2024 | Aviraj Bagda

Nepal Buddha Boy: ભગવાન બુદ્ધના ભક્તોમાં Buddha Boy તરીકે પ્રખ્યાત વ્યક્તિ રામ બહાદુર બોમજાનને 1 જૂલાઈના રોજ 10 વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી છે. તો આ સજા તેને નેપાળની કોર્ટે વર્ષ 2016 માં સગીરા પર યૌન શોષણ કરવા પર સજા આપવામાં આવી છે. તે ઉપરાંત 5 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે નેપાળની અદાલતે તેમના બે સહયોગિયો જીત બહાદુર અને જ્ઞાન બહાદુર બોમજાનને નિર્દોષ જાહેર કર્યા છે.

  • Buddha Boy જલેશ્વરની જેલમાં ન્યાયિક હિરાસત હેઠળ

  • મીડિયાએ Buddha Boy તરીકે ઓળખાવ્યો હતો

  • મહિનાઓ સુધી ખોરાક, પાણી કે ઊંઘ વિના ધ્યાન કર્યું

ત્યારે Buddha Boy પર ઓગસ્ટ 2016 માં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે આ સગીરા Buddha Boy ના પત્થરકોટ, સરલાહીમાં આવેલા આશ્રમમાં રહેતી હતી. તે ઉપરાંત Buddha Boy પર આરોપ લગાવાયો છે કે, જો સગીરાએ કોઈને પણ આ ઘટનાની જાણ કરશે. તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ત્યારે હાલમાં, Buddha Boy જલેશ્વરની જેલમાં ન્યાયિક હિરાસત હેઠળ છે.

મીડિયાએ Buddha Boy તરીકે ઓળખાવ્યો હતો

નેપાળ પોલીસની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમે 9 જાન્યુઆરીએ કાઠમંડુના બુધનીલકંઠ સ્થિત એક ઘરમાંથી તેની ધરપકડ કરી હતી. Buddha Boy 2005 માં ચર્ચામાં આવ્યો જ્યારે તેણે મહિનાઓ સુધી ખોરાક, પાણી કે ઊંઘ વિના ધ્યાન કર્યું હતું. ત્યારે તેને મીડિયાએ Buddha Boy તરીકે ઓળખાવ્યો હતો. ત્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી બોમજન અને તેના અનુયાયીઓએ બારા, સરલાહી, સિંધુપાલચોક અને સિંધુલી જિલ્લામાં આશ્રમો સ્થાપ્યા હતાં. જ્યાં કથિત રીતે ઉત્પીડનની ઘટનાઓ બની હતી, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Mexico ના પાદરીનો દાવો…સ્વર્ગમાં જમીન લેવી હોય તો..