Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Elections : ભાજપનું અમેરિકામાં પ્રચારનો પ્રારંભ, 25 લાખ લોકોને કોલ કરવાનો લક્ષ્યાંક

12:57 PM Mar 04, 2024 | Hiren Dave

Lok Sabha Elections : અમેરિકામાં પણ ભાજપનો ચૂંટણી પ્રચાર પ્રારંભ  થઇ ગયો છે. અમેરિકામાં રહેતા ભાજપના સમર્થકોએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 400 બેઠકો જીતવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદ કરવાનું વચન આપ્યું છે.

 

  • ભાજપ માટે અમેરિકાથી ચૂંટણી પ્રચારની શરૂઆત
  • ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીનું પ્રચાર અભિયાન
  • 400 બેઠક જીતવાના લક્ષ્યમાં યોગદાન માટે સંકલ્પ
  • 3000થી વધુ સ્વંયસેવક ભારતમાં આવશે પ્રચાર માટે
  • અમેરિકાથી ભારતમાં 25 લાખ ફોન કરી વોટ માગશે

અમેરિકામાં ભાજપનો પ્રચાર શરૂ
ઓવરસીઝ ફ્રેન્‍ડ્‍સ ઓફ બીજેપી (OFBJP) એ કહ્યું કે તે આ લક્ષ્યમાં યોગદાન આપશે. ઓવરસીઝ ફ્રેન્‍ડ્‍સ ઓફ બીજેપીના પ્રમુખ અદાપા પ્રસાદે શનિવારે મેરીલેન્‍ડમાં વોશિંગ્‍ટન ડીસીમાં જણાવ્‍યું હતું કે ભારતીય ડાયસ્‍પોરા ભાજપને સમર્થન કરશે. OFBJP દ્વારા સંકલિત વિવિધ ચૂંટણી પ્રવૃત્તિઓ માટે 3000 થી વધુ લોકોએ સાઇન અપ કર્યું છે. આ પ્રવૃત્તિઓમાં ઈન્‍ટરનેટ મીડિયા, ફોન કોલ્‍સ, મતદાર વિશ્‍લેષણ અને ભારત પ્રવાસનો સમાવેશ થાય છે.અમેરિકાથી ભારતમાં લગભગ 25 લાખ કોલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોલ ભારતીયોને ભાજપને મત આપવા વિનંતી કરશે.

 

આ પ્રકારના ક્રાયક્રમો કરાશે
મોદી કી ગેરેન્ટી, મોહલ્લા ચાય પર ચર્ચા, કાર રેલી અને હોળી મિલન જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. ઓએફ ભાજપના શીખ અફેર્સ વિંગના કન્વીનર કંવલજીત સિંહ સોનીએ જણાવ્યું કે, ‘અમે તૈયાર છીએ. આ વખતે અમે વડાપ્રધાન માટે 400 સીટોને પાર કરીશું.

 

આ  પણ  વાંચો – PM Modi : PM મોદી10 દિવસમાં 12 રાજ્યની મુલાકાત કરશે