Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Alexei Navalny Dead: રશિયામાં રાષ્ટ્રપતિ પુુતિનના સૌથી કટ્ટર વિરોધી નેતાનું થયું શંકાસ્પદ મોત

06:22 PM Feb 16, 2024 | Aviraj Bagda

Alexei Navalny Dead: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (President Putin) ના સૌથી મોટા વિરોધી એલેક્સી નેવલની (Alexei Navalny) નું જેલમાં મૃત્યુ થયું છે. તેને રશિયા (Russia) ની સૌથી ખતરનાક જેલ પોલર વુલ્ફ (Polar Wolf) માં કેદ કરવામાં આવ્યો હતો.

  • તે ઘણા સમયથી ગુમ હતો
  • પોલર વુલ્ફ જેલમાં કેદ હોવાનું બહાર આવ્યું
  • 2020 માં ઝેર આપવાનો પ્રયાસ થયો હતો
  • યુક્રેન યુદ્ધ સામે નેવલની

તે ઘણા સમયથી ગુમ હતો

એલેક્સી નેવલની (Alexei Navalny) નું મૃત્યુ રશિયામાં રાષ્ટ્રપતિ (Russia) ની ચૂંટણીના એક મહિના પહેલા થયું છે. ત્યાં 15 થી 17 માર્ચ સુધી ચૂંટણી યોજાશે. નાવાલ્ની (Alexei Navalny) ને 2021માં 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પહેલા તે ઘણા સમયથી ગુમ હતો.

પોલર વુલ્ફ જેલ (Polar Wolf) માં કેદ હોવાનું બહાર આવ્યું

જુલાઈ 2019 માં મોટા વિરોધની જાહેરાત કર્યા પછી એલેક્સી નેવલની (Alexei Navalny) ને 1 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો. બે મહિના પહેલા ડિસેમ્બરમાં તે પોલર વુલ્ફ જેલ (Polar Wolf) માં કેદ હોવાનું બહાર આવ્યું હતું. તેમના વકીલે કહ્યું હતું કે તેમને ચૂંટણીથી દૂર રાખવા માટે એલેક્સી નેવલની (Alexei Navalny) ને જેલમાં મોકલવામાં આવ્યા છે.

2020 માં ઝેર આપવાનો પ્રયાસ થયો હતો

એલેક્સી નેવલની (Alexei Navalny) ની જેલમાં તબિયત બગડતાં નવલ્ની (Alexei Navalny) ને ઝેર આપવાનો પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. આ પછી વર્ષ 2020 માં પણ તેને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે ફ્લાઈટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો, ત્યારબાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

યુક્રેન યુદ્ધ સામે નાવાલ્નીની

એલેક્સી નેવલની (Alexei navalny) એ યુક્રેન યુદ્ધ (Russia-Ukraine)ને લઈને જેલમાંથી પુતિન (Putin) વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. એક અહેવાલ અનુસાર ઓગસ્ટમાં સજા સંભળાવવામાં આવ્યા બાદ એલેક્સી નેવલની (Alexei navalny) એ કહ્યું કે આટલા વર્ષોની સજાથી તેમને કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચો: Hindu Temple: અબુ ધાબીમાં હિંદુ મંદિરને લઈ પાકિસ્તાનીઓ બોખલાયા