USA : વોશિંગ્ટનની એક રેસ્ટોરાંની બહાર ઝઘડો થયા બાદ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવ્યાના અમુક દિવસ બાદ એક ભારતીય અમેરિકી USA નાગરિકનું મોત નીપજ્યું છે. પોલીસના અહેવાલ અનુસાર વર્જિનિયાના રહેવાશી વિવેક તનેજા 2 ફેબ્રુઆરીએ 2 સિસ્ટર્સ નામની જાપાની રેસ્ટોરાંમા ગયા હતા. ત્યાં એક શંકાસ્પદ વ્યક્તિએ તેને જમીન પર પાડી દીધો અને માથું ફૂટપાથ પર પછાડ્યું હતું. આ મામલો પણ ત્યારે સામે આવ્યો છે જ્યારે અમેરિકામાં USA એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ કે તેમના પર સતત હુમલા થઇ રહ્યા છે. તાજેતરના કેસમાં આ હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ હુમલાખોરનો વીડિયો પણ સામે આવ્યો છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
કેવી રીતે બની ઘટના?
41 વર્ષીય વિવેક તનેજા રાતે 2 વાગ્યે રેસ્ટોરાંથી બહાર નીકળ્યો હતો અને તે જ સમયે નજીકના રોડ પર જ તેના પર આ હુમલો કરાયો. પોલીસે જણાવ્યું કે હજુ એ ખબર નથી પડી કે આ હુમલો કેમ કરાયો? હુમલા બાદ વિવેક બેભાન અવસ્થામાં ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને ગંભીર ઈજાઓ થઇ હતી એટલા માટે ઉતાવળે હોસ્પિટલ રિફર કરી દેવાયો હતો.
DC Police just released this video of a person of interest in the case of a man assaulted outside Shoto Restaurant on 15th Street NW on Friday at 2am.
41-year-old Vivek Taneja of Alexandria was seriously injured. He passed away Wednesday. pic.twitter.com/DgwLyQms8y
— Spencer Allan Brooks (@SpencerSays) February 9, 2024
બુધવારે અંતિમ શ્વાસ લીધા
પોલીસે જણાવ્યું કે વિવેક તનેજાએ હોસ્પિટલમાં બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. સીસીટીવીના આધારે હવે તેના પર હુમલો કરનારા શંકાસ્પદ વ્યક્તિને શોધવામાં આવી રહ્યો છે. આ હુમલાખોરની હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.
આ પણ વાંચો – Pakistan Election : પાકિસ્તાનની કમાન કોણ સંભાળશે,’શરીફ’ કે ‘ઇમરાન’? બંને નેતાઓએ કર્યા આ દાવા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ