Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

China–Maldives Relations: માલદીવ સરકારે દરિયાઈ ક્ષેત્રે ચીની જહાજને આપ્યો સહારો

12:00 AM Jan 24, 2024 | Aviraj Bagda

China–Maldives Relations: ભારતીય નૌકાદળ China ના સંશોધન જહાજ XIANG YANG HONG 03 પર નજર રાખી રહ્યું છે. આ જહાજ Maldives ની રાજધાની માલે તરફ જઈ રહ્યું હોવાના અહેવાલ મળ્યા છે. ભારતીય નૌકાદળ ચીનના જહાજ પર બાજ નજર રાખી રહ્યું છે.

  • હિંદ મહાસાગરમાં ચીનની ઘૂસણખોરી
  • President Mohamed Muizzu ની ચીનની મુલાકાત
  • Maldives અને India ના સંબંધોમાં દરાર

એક સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, જહાજ માલે (Maldives) તરફ આગળ વધી રહ્યું છે. આ જહાજનો દરિયાઈ સર્વેક્ષણ કરવાનો ઈતિહાસ રહ્યો છે. 2019 અને 2020 માં તેના લેખિત પુરાવા પણ મળી આવ્યા હતા.

‘હિંદ મહાસાગરમાં ચીનની ઘૂસણખોરી’

China–Maldives Relations

આ જહાજ હાલમાં હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) બંગાળની ખાડી અને અરબી સમુદ્ર જેવા મુખ્ય વ્યૂહાત્મક સ્થળો પર જોવામાં આવ્યું હતું. જો કે ચીની સંશોધન જહાજોને ઘણીવાર જાસૂસી જહાજો તરીકે ગણવામાં આવે છે. આ જહાજો નિયમિતપણે હિંદ મહાસાગરમાં ઘૂસી રહ્યા છે. ચીનની વધતી જતી દરિયાઈ હાજરીને લઈને ચિંતા વધી રહી છે.

President Mohamed Muizzu ની ચીનની મુલાકાત

President Mohamed Muizzu ના નેતૃત્વમાં Maldives ની નવી સરકાર ચીન સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના પ્રયાસો કરી રહી છે. President Mohamed Muizzu એ તાજેતરમાં ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નવા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

China–Maldives Relations

Maldives અને India ના સંબંધોમાં દરાર

આ પહેલા China Communist Party ના Deputy Ministry of External Affairs સુન હૈયાને Maldives ના રાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. માલદીવ જેમ જેમ ચીનની નજીક આવી રહ્યું છે. તેમ તેમ ભારત સાથેના સંબંધો બગાડી રહ્યું છે. Maldives ની સત્તામાં આવેલા President Mohamed Muizzu દેશમાં માનવતાવાદી હેતુઓ માટે પ્લેટફોર્મની જાળવણીમાં રોકાયેલા ભારતીય સૈન્ય કર્મચારીઓને પરત કરવાની હાકલ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ram temple : અમેરિકામાં ભારતીયજનો દ્વારા રામ મંદિર નિર્માણને લઈ બન્યા ભાવવિભોર