Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Boycott Maldives : ભારત સાથે વિવાદ બાદ માલદીવમાં રાજકીય ભૂકંપ! રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી

10:09 AM Jan 09, 2024 | Vipul Sen

Boycott Maldives : ભારત સાથે દુશ્મની કરવી અને ભારતની તાકાતની અવગણતના કરવી હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને (Mohammad Muizu) ભારે પડી રહ્યું છે. ભારત સાથે સંબંધોમાં ખટાશ લાવવા માટે પહેલાથી માલદીવમાં વિપક્ષ ત્યાંની સરરકારને દોષી ઠેરવી રહી છે. ત્યારે હવે માહિતી છે કે વિપક્ષ રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને બરતરફ કરવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી છે. તેમણે માલદીવના નેતાઓથી મુઈઝુને પદ પરથી દૂર કરવામાં મદદ કરવાની અપીલ કરી છે. અલી અઝીમે કહ્યું કે, અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈ પણ પાડોશી દેશને આપણી વિદેશ નીતિથી અલગ થલગ કરવા નહીં દઈએ. તેમણે પોતાની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું કે શું તેઓ રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે.

સૌજન્ય – Google

લક્ષદ્વીપમાં પીએમ મોદી

ટુરિઝમ એસો. એ પણ કરી ટીકા

પીએમ મોદીના લક્ષદ્વીપ (Lakshadweep) પ્રવાસ બાદ માલદીવના કેટલાક નેતાઓ દ્વારા પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક અને વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ પછી ભારતીય નાગરિકોએ તેમનો જોરદાર ઉધડો લીધો હતો અને સોશિયલ મીડિયા પર બૉયકોટ માલદીવ (Boycott Maldives) હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. સાથે જ ભારતીય નાગરિકોએ પોતાનો માલદીવ પ્રવાસ માટેની બુકિંગ પણ કેન્સલ કરી હતી. આથી મોટાભાગની ટ્રાવેલ્સ કંપનીઓએ વિરોધ દાખવ્યા બાદ હવે માલદીવની ટુરિઝમ એસો. એ (Maldives Tourism Association) પણ તેમના નેતાઓના નિવેદનની ટીકા કરી છે. માલદીવ એસો. ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી (MATI) એ એક નિવેદનમાં કહ્યું કે, તેઓ ભારતીય પીએમ મોદી અને ભારતીય નાગરિકો વિરુદ્ધ તેમના નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા કરે છે.

સોશિયલ મીડિયા પર માલદીવનો વિરોધ થતા (Boycott Maldives) માલદીવ ટુરિઝમ એસો. એ કહ્યું હતું કે, ભારત આપણો નજીકનો પાડોશી અને સાથી દેશ છે. ઈતિહાસમાં જ્યારે પણ આપણો દેશ કટોકટીથી ઘેરાયેલો રહ્યો ત્યારે પ્રથમ પ્રતિક્રિયા ભારત તરફથી આવી છે. સરકાર સાથે અમે ભારતના નાગરિકોના પણ આભારી છીએ કે તેમણે આપણી સાથે સારા સંબંધો જાળવી રાખ્યા. માલદીવના પ્રવાસન ક્ષેત્રમાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આનાથી આપણા પ્રવાસન ક્ષેત્રને કોવિડ-19 પછી પુનઃપ્રાપ્તિમાં ઘણી મદદ મળી છે. માલદીવ માટે ભારત ટોચના બજારોમાંનું એક છે.

આ પણ વાંચો – France : રાજકીય ઉથલપાથલ વચ્ચે PM એલિઝાબેથ બોર્નનું રાજીનામું, જાણો શું છે કારણ?