Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bangladesh માં ચૂંટણી પહેલા જ પેસેન્જર ટ્રેનમાં આગ લગાવી, 5ના મોત

07:46 AM Jan 06, 2024 | Hiren Dave

Bangladesh: ટ્રેન સળગાવવાની ઘટના શુક્રવારે રાત્રે બાંગ્લાદેશમાં બની હતી. એક પેસેન્જર ટ્રેનને કથિત રીતે બદમાશો દ્વારા આગ લગાડવામાં આવતા ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

 

આ ઘટના રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં બેનાપોલ એક્સપ્રેસમાં બની હતી. બાંગ્લાદેશ (Bangladesh) માં સામાન્ય ચૂંટણીના બે દિવસ પહેલા જ આ ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં અશાંતિનું વાતાવરણ છે.

 

મળતી માહિતી અનુસાર  ગોપીબાગ વિસ્તારમાં રાત્રે લગભગ 9 વાગ્યે આગ લાગી હતી. રાત્રે 10.20 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ટ્રેનમાં સવાર ઘણા મુસાફરો ભારતીય નાગરિકો હતા. આગ ઢાકા જતી ટ્રેનના ઓછામાં ઓછા ચાર કોચમાં ફેલાઈ ગઈ હતી.

 

બાંગ્લાદેશ (Bangladesh) માં રવિવારે નિર્ણાયક સંસદીય ચૂંટણી પહેલા હિંસાએ ચૂંટણીઓ પર અસર કરી છે. મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના સહયોગીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની અને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે રખેવાળ સરકારની રચનાની માંગ સાથે ચૂંટણી પ્રક્રિયાનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

 

આ પણ વાંચો- Lahore News: પાકિસ્તાનના લાહોરમાં આગની લપટોમાં માસૂમો કુરબાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ