Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jordan: Jordan માં 120 ભારતીય કામદારો અટવાયા

05:10 PM Jan 05, 2024 | Aviraj Bagda

Jordan: Qatar બાદ Jordan માં 120 Indian કામદારો ફંસાયા છે. આ કામદારોમાં સીતામઢી જિલ્લાના પાંચ મજૂરોનો સમાવેશ થાય છે. Jordan માં આ લોકો જ્યાં કામ કરતા હતા તે કંપની બંધ થઈ ગઈ હતી. ત્યારપછી આ કામદારોને તેમનું વેતન પણ મળ્યું નથી. આ કામદારોએ તેમની મહેનતની કમાણી માટે પૈસાની માંગણી કરતાં તેમના Visa અને Passport જપ્ત કરવામાં આવ્યા હતા.

Jordan

ફસાંયેલા કામદારોની યાદી

આ વિકટ સંજોગોમાં આ મજૂર ભાઈઓ પાસે હવે ભારત પરત માટે પણ પૈસા નથી. તેમની પાસે Visa કે Passport પણ નથી. આવી સ્થિતિમાં આ કામદારોએ Jordan થી એક Video જાહેર કરીને કેન્દ્ર સરકારને તેમના દેશમાં પાછા ફરવાની વિનંતી કરી છે. Jordanમાં ફસાયેલા 120 મજૂરોમાંથી એક બિહારના સીતામઢી જિલ્લાના રામનગરનો રહેવાસી મોહમ્મદ કુરબાન 16 ફેબ્રુઆરી 2022 ના રોજ Jordan ગયા હતા. જ્યારે રાજેશ કુમાર 28 ઓગસ્ટ 2021 ના રોજ Jordan ગયા હતા. રાજુ કુમાર 15 ઓગસ્ટ 2023 ના રોજ અને મોહમ્મદ ઝાકિર 30 ઓક્ટોબર 2019 ના રોજ અને બથનાહા બ્લોકના ચૌધરી ટોલાના રહેવાસી 28 વર્ષીય જુનૈદ બેથા 28 ઓગસ્ટ 2021 ના રોજ Jordan ગયા હતા. આ તમામે India સરકારને તેમના દેશમાં પાછા ફરવાની વિનંતી કરતો Video જાહેર કર્યો છે.

પરિવારના સભ્યોમાં નિરાશા છવાઈ

આ તમામ કામદારોના પરિવારના સભ્યો પણ તેમની હાલત અને તેમના ઘરે પરત ફરવાથીને લઈને ખૂબ જ ચિંતિત છે. કારણ કે… તેમના પરિવારોને ચિંતા છે કે હજારો કિલોમીટર દૂર તેમના પ્રિયજનો સાથે કોઈ અણબનાવ ઘટના બની શકે છે. આવી સ્થિતિમાં તમામની નજર હવે વિદેશ મંત્રાલય પર છે. જેથી આ ફસાયેલા મજૂરોને વહેલી તકે ભારત લાવવામાં આવે. નોંધનીય છે કે ભારતમાંથી દર વર્ષે હજારો લોકો સારા જીવન અને વધુ આવકની આશામાં વિશ્વભરના દેશોમાં જાય છે. ઘણી વખત તેમને આવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: દેશમાં Coronavirus ના નવા વેરિઅન્ટનો વધ્યો ખતરો, જાણો સૌથી વધુ કયા રાજ્યમાં નોંધાયા કેસ