Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Somalia : ‘MV લીલા નૉરફૉક’ જહાજ હાઇજેક, ક્રૂ મેમ્બરમાં 15 ભારતીય પણ સામેલ, એક્શનમાં ઇન્ડિયન નેવી

11:50 AM Jan 05, 2024 | Vipul Sen

સોમાલિયાથી (Somalia) એક મોટા સમાચાર આવ્યા છે. સોમાલિયાના દરિયાકાંઠે એક ‘MV લીલા નૉરફૉક’ નામના જહાજને હાઈજેક કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, ગઈકાલે જહાજને હાઇજેક કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ભારતીય નૌકાદળ તેના પર કડક નજર રાખી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમાલિયાના (Somalia) દરિયાકાંઠે લાઇબેરિયન ધ્વજવાળા જહાજને હાઇકેજ કરવામાં આવ્યું છે, જેમાં ક્રૂ મેમ્બરમાં 15 ભારતીય પણ સામેલ છે. ભારતીય નૌકાદળના (Indian Navy) વિમાન જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ મેમ્બર સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. લશ્કરી અધિકારીઓએ જણાવ્યું કે, ‘MV લીલા નૉરફૉક’ (MV LILA NORFOLK) જહાજના હાઇજેક થયા બાદ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ (INS Chennai), પરિસ્થિતિનો સામનો કરવા માટે જહાજ તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ડિયન નેવીએ કહ્યું કે, અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.

અગાઉ પણ જહાજ હાઇજેક કરાયું હતું

ભારતીય નૌકાદળ એ જણાવ્યું કે, હાઇજેકની આ ઘટના અંગે ગુરુવાર સાંજ સુધી માહિતી મળી હતી. નેવી આ મામલે સતત નજર રાખી રહી છે. હાલ ક્રૂ મેમ્બર જહાજમાં સુરક્ષિત હોવાની માહિતી મળી છે. જણાવી દઈએ કે, સોમાલિયા (Somalia) નજીક દરિયાકાંઠે જહાજના હાઈજેક થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ સોમાલિયા દરિયાકાંઠે લુટારુઓએ માલ્ટાના જહાજ MV રૂએનને હાઇજેક કર્યું હતું. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ભારતીય નેવી હરકતમાં આવી હતી. નેવી તરફથી એક યુદ્ધ જહાજ અને દરિયાઈ ગશ્તી વિમાનને અરબી સમુદ્રમાં મોકલવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, માલ્ટાનું (Malta) આ જહાજ કોરિયાથી તુર્કી તરફ જઈ રહ્યું હતું, દરમિયાન આ ઘટના બની હતી.

આ પણ વાંચો – Glynis Johns Dies: બ્રિટિશના પીઢ અભિનેત્રી ગ્લાઇનિસ જૉન્સનું 100 વર્ષની વયે અવસાન