Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Israel War : ઇઝરાયેલની સેના ગાઝામાંથી હજારો સૈનિકો હટાવશે, હુમલામાં 150ના મોત

08:13 AM Jan 01, 2024 | Hiren Dave

Israel War : ઇઝરાયેલી આર્મી (IDF) એ ગાઝામાં જમીની સૈન્ય કાર્યવાહીમાં સામેલ હજારો સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય લઇ શકે છે. IDFએ રવિવારે જણાવ્યું હતું કે ગાઝામાં ગ્રાઉન્ડ આક્રમણમાં ભાગ લેતી પાંચ કોમ્બેટ બ્રિગેડને પાછી ખેંચી લેવામાં આવશે જેથી સૈનિકો વધુ લડાઈ માટે પોતાને મજબૂત કરી શકે. તે જ સમયે, ગાઝા (Gaza)ના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં મધ્ય ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલામાં 150 પેલેસ્ટિનિયન માર્યા ગયા, જ્યારે 286 લોકો ઘાયલ થયા.

 

IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેટલાક અનામત સૈનિકો આ અઠવાડિયે જલદી તેમના પરિવારો અને નોકરીઓ પર પાછા ફરશે. આનાથી અર્થવ્યવસ્થાને નોંધપાત્ર રાહત મળશે અને નવા વર્ષમાં આવનારી પ્રવૃતિઓ પહેલા તેમને તાકાત ભેગી કરવાની મંજૂરી મળશે અને લડત ચાલુ રહેશે અને અમને તેમની જરૂર પડશે. હગારીએ કહ્યું કે ગાઝામાં હમાસની ટનલને નષ્ટ કરવાનું કામ ચાલુ છે. ગાઝા (Gaza) તરફથી ઈઝરાયેલ (Israel War)તરફ છોડવામાં આવેલા રોકેટની તીવ્રતા ઘટાડવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે.


Israel સેના અને હમાસની દરાજ બટાલિયન વચ્ચે ભીષણ સંઘર્ષ

ઇઝરાયલે (Israel War) મધ્ય ગાઝા (Gaza) પર હુમલા તેજ કર્યા છે. આખી રાત અલ-મગાઝી અને અલ-બુરીજ જેવા શહેરો પર હવાઈ હુમલા થયા. રેડ ક્રેસન્ટ દ્વારા રવિવારે શેર કરવામાં આવેલ વીડિયોમાં Israel War ના હુમલા બાદ અરાજકતાનું વાતાવરણ જોવા મળે છે. કાટમાળમાંથીનીકળતા ધુમાડા વચ્ચે એક બચાવકર્મી ઘાયલ બાળકને બહાર કાઢી રહ્યો છે. બીજી તરફ ગાઝા (Gaza) શહેરમાં ઈઝરાયેલી (Israel War) સેના અને હમાસની દરાજ તુફાહ બટાલિયન વચ્ચે ભીષણ સંઘર્ષના સમાચાર છે.

રફાહમાં વિસ્થાપિત લોકો માટે આશ્રય

ઈઝરાયેલ (Israel War )ના તાજેતરના હુમલા બાદ વિસ્થાપિત પેલેસ્ટાઈનીઓને દક્ષિણ ગાઝા પટ્ટીના રફાહમાં આશ્રય આપવામાં આવ્યો છે. વિસ્થાપિત લોકોને અનેક વાહનોમાં રફાહમાં સ્થાપિત કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા.

 

નેતન્યાહુએ કહ્યું, યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે

ઇઝરાયેલ (Israel War) ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ(netanyahu)એ ઇજિપ્ત સાથેની ગાઝા (Gaza) પટ્ટી સરહદ પર ફરીથી કબજો કરવાનું વચન આપ્યું હતું. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, યુદ્ધ ચરમસીમાએ છે. યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે. તે સમાપ્ત થવામાં કેટલાક મહિના લાગી શકે છે. તેમણે કહ્યું કે ઇજિપ્ત સાથે ગાઝા સરહદે ચાલતો ફિલાડેલ્ફિયા કોરિડોર બફર ઝોન ઇઝરાયેલના નિયંત્રણ હેઠળ હોવો જોઇએ.

આ પણ વાંચો-નવા વર્ષની શરૂઆત પહેલા નેપાળમાં ધરા ધ્રુજી, ઉજવણી કરતા લોકોમાં ફેલાયો ફફડાટ!