Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajiv Modi Case : પોલિસ અધિકારીઓ સામે પીડિતાના આક્ષેપો મામલે સેક્ટર 1 JCP ની સઘન તપાસ

09:12 AM Mar 03, 2024 | Vipul Sen

કેડિલા ગ્રુપના (Cadila Group) CMD સામે દુષ્કર્મની ફરિયાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બલ્ગેરિયન યુવતીએ પોલીસ અધિકારીઓ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. બ્લગેરિયન યુવતી (Bulgarian Girl) દ્વારા પોલીસ અધિકારીઓ સામે આક્ષેપો અંગે સેક્ટર 1 JCP તપાસ કરી રહ્યા છે. માહિતી મુજબ, કેડિલા ગ્રૂપના CMD રાજીવ મોદીના (Rajiv Modi Case) સલાહકાર અને નિવૃત્ત DGP કેશવકુમારની (Keshavkumar) પૂછપરછ હાથ ધરાઈ છે. JCP ચિરાગ કોરડીયાએ પૂછપરછ બાદ નિવેદન નોંધ્યું છે.

કેડિલા ફાર્મા (Cadila Pharma) સીએમડી રાજીવ મોદી અને અન્ય એક વ્યક્તિ સામે પર્સનલ આસિસ્ટન્ટ (Personal Assistant) તરીકે કામ કરતી બલ્ગેરિયા (Bulgarian) ની 27 વર્ષીય યુવતીએ દુષ્કર્મ સહિતના ગંભીર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં પોલીસની કામગીરી સામે પીડિત યુવતીએ આક્ષેપ કર્યા છે. બલ્ગેરિયન યુવતીએ (Bulgarian Girl) પોલીસ અધિકારીઓ સામે આક્ષેપો કરતા સેક્ટર 1 JCP દ્વારા તપાસ હાથ ધરાઈ છે. રાજીવ મોદીના સલાહકાર અને નિવૃત્ત DGP કેશવકુમારની (Keshavkumar) પૂછપરછ કર્યા બાદ JCP ચિરાગ કોરડીયાએ (JCP Chirag Kordia) નિવેદન નોંધ્યા હતા. કેસમાં હજુ પણ અન્ય પોલીસ અધિકારીઓના નિવેદન નોંધાશે એવી માહિતી છે. માહિતી મુજબ, મહિલા પોલીસ સ્ટેશનના ACP હેમાલા જોશી (ACP Hemala Joshi) હાલમાં રજા પર છે.

પોલીસે રાજીવ મોદીને આપી હતી ક્લીન ચીટ

અગાઉ આ કેસમાં રાજીવ મોદી (Rajiv Modi Case) સામે પુરાવા ન મળતાં પોલીસ A સમરી ભરી હતી. આ રિપોર્ટમાં બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા આરોપોને સંલગ્ન કોઇ પુરાવા ન મળ્યા હોવાનો પોલીસે દાવો કર્યો હતો અને રાજીવ મોદીને ક્લીન ચીટ આપી હતી. પોલીસે ભરેલા A સમરીના રિપોર્ટ પર રાજીવ મોદીને ક્લીનચીટ મળી હતી. પોલીસના આ રિપોર્ટ સામે બલ્ગેરિયન યુવતીએ સવાલ ઊઠાવ્યા હતા અને યોગ્ય સાક્ષીઓના નિવેદન નહીં નોંધ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે પીડિત યુવતીએ પોતાના રક્ષણ માટે જીનિવા યુનાઇટેડ નેશન્સ (Geneva United Nations) માં રજૂઆત કર્યાની કેફિયત પણ તેણે રજૂ કરી હતી.

બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થયા બાદ ફરી હાજર થઈ

પોલીસ દ્વારા 2 વાર સમન્સ પાઠવ્યા બાદ રાજીવ મોદી અચાનક 15 મી ફેબ્રુ.એ સોલા પોલીસ મથકમાં જવાબ આપવા માટે હાજર થયા હતા. જ્યારે બીજી તરફ, આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ, રાજીવ મોદીને ક્લીન ચીટ મળ્યા બાદ બલ્ગેરિયન યુવતી ફરીવાર અમદાવાદમાં પોલીસ (Ahmedabad Police) સમક્ષ હાજર થઈ હતી અને મીડિયા સમક્ષ આવી પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ ફરી તપાસનો ઘમઘમાટ શરૂ થયો હતો રાજીવ મોદીની 5 કલાકની પૂછપરછ બાદ પોલીસે રિટાયર્ડ DG કેશવ કુમારની પૂછપરછ આદરી હતી. અમદાવાદ પોલીસે કેશવ કુમારને સમન્સ પાઠવી બોલાવ્યા હતા અને પોલીસ કમિશનર ઓફિસે હાજર થયા હતા.

 

આ પણ વાંચો – પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપે કરી રાજપાલસિંહ જાદવની પસંદગી