Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

INDvsENG: India અને England વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ મેચ રમાશે

12:11 AM Jan 13, 2024 | Aviraj Bagda

INDvsENG: Indian Cricket Control Board એ ઈંગ્લેન્ડ સામેની Test Match ની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આ Test Match દરમિયાન Captain રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. તે ઉપરાંત આ વખતે આ Test Match માં યુવા ખેલાડીઓને અવસર આપવામાં આવી છે.

આ વખતે ધ્રુવ જુરેલે Team India માં પ્રવેશ કર્યો છે. જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને બહાર રાખવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પણ Team India માં સામેલ નથી. યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને તક મળી છે.

ક્યા ખેલાડીઓને  Team India માં સ્થાન મળ્યું

તે ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની વાપસી થઈ છે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવ પણ Team India માં સામેલ છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પણ ઈંગ્લેન્ડ સામે Team India માં સ્થાન આપવામાં આવ્યું છે.

INDvsENG

India અને England વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. ભારતે પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અનુભવી ઝડપી બોલર શમી ટીમનો ભાગ નથી. શમીએ વર્લ્ડ કપ 2023 દરમિયાન ઘાતક બોલિંગ કરી હતી. તેમને તાજેતરમાં અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે તે હજુ ટીમની બહાર છે.

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અને અશ્વિન , રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન.

આ પણ વાંચો: ટિમ સાઉથી બન્યો T20 ક્રિકેટનો બાદશાહ, મેળવી અદ્વિતીય સિદ્ધિ