+

ચીને અરુણાચલના ખેલાડીઓને પ્રવેશ ન આપતા ભારતનું કડક વલણ, કર્યો આ મોટો નિર્ણય

એશિયન ગેમમાં ચીન દ્વારા 3 ભારતીય ખેલાડીઓને એન્ટ્રી ન આપવા પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. ચીનની આ હરકતમાં વિરોધમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પોતાનો બેઇઝિંગ પ્રવાસ રદ કરી દીધો…

એશિયન ગેમમાં ચીન દ્વારા 3 ભારતીય ખેલાડીઓને એન્ટ્રી ન આપવા પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. ચીનની આ હરકતમાં વિરોધમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પોતાનો બેઇઝિંગ પ્રવાસ રદ કરી દીધો છે. તેઓ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ચીન જવાના હતા  એશિયન ગેમ્સનું આયોજન આ વખતે ચીનના હાંગઝોઉમાં થઇ રહ્યુ છે..આ ગેમ્સ આવતીકાલ એટલે કે 23 તારીખથી શરૂ થઇ રહી છે, અને 8 ઓક્ટોબર સુધી ચાલશે.

શું છે મામલો?

હકીકતમાં, ચીને એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે અરુણાચલના ત્રણ વુશુ ખેલાડીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે. ચીન અરુણાચલને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યું છે અને તેના નાગરિકોને ભારતીય કહેવા પર વાંધો ઉઠાવે છે. અગાઉ જુલાઈમાં પણ ચીને આવી જ રીતે અરુણાચલના ખેલાડીઓને પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો, જેનો ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીને સતત આવું બીજી વખત કર્યું છે.

અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતુ, છે અને રહેશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ચીન હંમેશા ભારતીય નાગરિકો સાથે વંશીયતાના આધારે ભેદભાવ કરી રહ્યું છે. ભારત ચીનની આ હરકતનો સખત વિરોધ કરે છે… અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે.

એશિયન ગેમ્સની ભાવનાઓનું ઉલ્લંઘન

બાગચીએ કહ્યું કે અરુણાચલના ભારતીય ખેલાડીઓને એશિયન ગેમ્સમાં પ્રવેશ ન આપવાનું ચીનનું પગલું એશિયન ગેમ્સની ભાવના અને તેમાં ભાગ લેવાના નિયમોનું ઘોર ઉલ્લંઘન છે. આમાં સામેલ સભ્ય દેશોએ ભેદભાવ વિના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા સુનિશ્ચિત કરવી પડશે. આના પર સખત વિરોધ વ્યક્ત કરવા માટે, ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી અને યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સની તેમની મુલાકાત રદ કરી દીધી છે. બાગચીએ જણાવ્યું કે અનુરાગ ઠાકુર એશિયન ગેમ્સમાં મહેમાન તરીકે હાજરી આપવાના હતા, પરંતુ ચીનના આ પગલા બાદ તેમણે સખત વિરોધ વ્યક્ત કરવા માટે પોતાની મુલાકાત રદ કરી દીધી છે.

શું છે મામલો?

હકીકતમાં, ચીને એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે અરુણાચલના ત્રણ વુશુ ખેલાડીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે. ચીન અરુણાચલને પોતાનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યું છે અને તેના નાગરિકોને ભારતીય કહેવા પર વાંધો ઉઠાવે છે. અગાઉ જુલાઈમાં પણ ચીને આવી જ રીતે અરુણાચલના ખેલાડીઓને પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો, જેનો ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીને સતત આવું બીજી વખત કર્યું છે.

Whatsapp share
facebook twitter