+

રશિયામાં ભારતીય સુપરમાર્કેટ ખુલશે ! રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

બ્રિક્સ બિઝનેસ ફોરમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ દેશો સાથે વેપાર સંબંધો વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચેનો વેપાર 38 ટકા વધ્યો છે અને તે $45 બિલિયન સુધી પહોંચી ગયો છે. રશિયાએ તાજેતરના દિવસોમાં રેકોર્ડ તેલ સપ્લાય કર્યું છે. તમને જણાવી દઈએ કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા બાદ પશ્ચિમી
બ્રિક્સ બિઝનેસ ફોરમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ દેશો સાથે વેપાર સંબંધો વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચેનો વેપાર 38 ટકા વધ્યો છે અને તે $45 બિલિયન સુધી પહોંચી ગયો છે. રશિયાએ તાજેતરના દિવસોમાં રેકોર્ડ તેલ સપ્લાય કર્યું છે. તમને જણાવી દઈએ કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા બાદ પશ્ચિમી દેશોએ રશિયન તેલ પર પ્રતિબંધો સહિત ઘણા વધુ પ્રતિબંધો લગાવ્યા છે.
રશિયામાં ભારતીય સુપરમાર્કેટ ખુલશે? 
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે રશિયા અને ભારત રશિયામાં ભારતીય સુપરમાર્કેટ ચેન ખોલવા માટે વાટાઘાટ કરી રહ્યા છે, જોકે તેમણે એ સ્પષ્ટ કર્યું નથી કે રશિયામાં ભારતીય સ્ટોર્સની કઈ ચેન ખુલશે. આ સાથે રશિયન માર્કેટમાં ચાઈનીઝ કાર અને ઈક્વિપમેન્ટનો હિસ્સો વધારવા માટે પણ વાતચીત થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બ્રિક્સ દેશોમાં રશિયાની હાજરી વધી રહી છે. ચીન અને ભારતમાં રશિયન તેલની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.
સાથે મળીને આપણે સમસ્યાઓ હલ કરી શકીએ છીએ: પુટિન
રશિયન પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમે વારંવાર કહ્યું છે કે આપણે સાથે મળીને સંઘર્ષનું નિરાકરણ, આતંકવાદ સામે લડવું, સંગઠિત અપરાધ, નવી ટેક્નોલોજી વડે અપરાધ, આબોહવા પરિવર્તનનો સામનો કરવો અને ખતરનાક ચેપનો ફેલાવો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ છીએ.
પુતિને કહ્યું કે બ્રિક્સ દેશો સાથે મળીને અમે આંતરરાષ્ટ્રીય સ્તરે વૈકલ્પિક મિકેનિઝમ તૈયાર કરી રહ્યા છીએ. અમે બ્રિક્સ દેશોની બેંકો સાથે રશિયાની ફાઇનાન્શિયલ મેસેજિંગ સિસ્ટમ સાથે જોડાણ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ. અમે બ્રિક્સ દેશોના ચલણના આધારે આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવાની શક્યતાઓ પણ શોધી રહ્યા છીએ.
Whatsapp share
facebook twitter