Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, 11 વખત છરીના ઘા મારવામાં આવ્યા

06:34 PM Apr 22, 2023 | Vipul Pandya

 
ભારતીય નાગરિકો તમને દુનિયાના તમામ ખૂણે જોવા મળી જશે. ઘણા ભણવા તો ઘણા કમાવવા માટે ભારત છોડીને અન્ય દેશમાં જાય છે. ઓસ્ટ્રેલિયામાં પણ આપણા દેશના નાગરિકો મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાથી એક ભારતીય વિદ્યાર્થી પર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ભારતીય વિદ્યાર્થીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 
ભારતીય વિદ્યાર્થી પર 11 વખત છરીના ઘા કરવામાં આવ્યા
આ ઘટના ગયા અઠવાડિયે બની હોવાનું કહેવાય છે. સિડનીમાં આરોપીએ એક ભારતીય વિદ્યાર્થી પર છરી વડે 11 વાર હુમલા કર્યા હતા. હાલમાં વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયામાં રહેતા આગ્રાના એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને અહેવાલો અનુસાર, ભારતીય વિદ્યાર્થી પર 11 વખત છરીના ઘા કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો અનુસાર, સિડનીની યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સમાં PhD કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને અજાણ્યા હુમલાખોરે કથિત રીતે 11 વાર ચાકુ માર્યા છે.

વિદેશ મંત્રી એસ જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી
રિપોર્ટ અનુસાર, આ ઘટના ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં બની હતી અને પીડિત પરિવારે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીની સ્થિતિ નાજુક હોવાનો દાવો કરીને સરકાર પાસે મદદની માંગ કરી છે. પીડિતાના પરિવારે વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિદેશ મંત્રી એસ જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીનું નામ શુભમ ગર્ગ છે અને શુભમની બહેન કાવ્યા ગર્ગે શુભમની સંભાળ રાખવા માટે પરિવારના સભ્યોને સિડની જવા માટે ઈમરજન્સી વિઝાની માંગણી કરી છે. 
કાવ્યા ગર્ગે ગુરુવારે ટ્વીટ કર્યું, “મારા ભાઈના ઘણા ઓપરેશન થઈ રહ્યા છે અને ડૉક્ટરે કહ્યું કે શરીરમાં ચેપ ફેલાઈ રહ્યો છે. હું આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક મદદ માટે વિનંતી કરી રહી છું.”