Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ICC T20 Rankings માં ભારતીય ખિલાડીઓનો ડંકો, સૂર્યા અને બિશ્નોઈ બન્યા નંબર 1

04:45 PM Dec 06, 2023 | Harsh Bhatt

ભલે ભારતીય ટીમ 2023ના ODI વર્લ્ડ કપમાં હારી ગઈ હતી, પરંતુ તે પછી તરત જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4-1 થી T20 સિરીઝમાં હરાવ્યું હતું. આ સીરીઝમાં બેટ્સમેનથી લઈને બોલરો સુધી બધાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની અસર ICC દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે. સૂર્યકુમાર યાદવ લાંબા સમયથી નંબર 1 બેટ્સમેનનું પદ સંભાળી રહ્યા હતા. હવે બોલિંગમાં પણ ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે.

યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ બન્યો નંબર 1 

 ભારતના યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે શાનદાર બોલિંગ કરી. તેનાથી તેને એટલો ફાયદો થયો કે તે હવે વિશ્વનો નંબર 1 T20 બોલર બની ગયો છે. આ સિદ્ધિ માત્ર 23 વર્ષની ઉંમરે બિશ્નોઈના નામે નોંધાઈ છે. તેણે પાંચમા સ્થાનેથી ચાર સ્થાનની છલાંગ લગાવી છે અને નંબર 1 પર કબજો કર્યો છે.

રૂતુરાજ ગાયકવાડ સાતમા સ્થાને સરક્યો તો સૂર્યા ટોચ પર

 

રવિ બિશ્નોઈએ રાશિદ ખાનને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. ઓસ્ટ્રેલિયા સિરીઝમાં બિશ્નોઈએ 5 મેચમાં 9 વિકેટ લીધી હતી. તેના સિવાય ટોપ 10માં અન્ય કોઈ ભારતીય બોલર હાજર નથી. બીજી તરફ બેટ્સમેનોની રેન્કિંગમાં સૂર્યા ટોચ પર છે જ્યારે રુતુરાજ ગાયકવાડને એક સ્થાનનું નુકસાન થયું છે.

રુતુરાજ હવે છઠ્ઠા સ્થાનેથી સાતમા સ્થાને સરકી ગયો છે. ટોપ 10માં માત્ર સૂર્યા અને ગાયકવાડ જ હાજર છે. જ્યારે ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યા એકમાત્ર એવો ખેલાડી છે જે ટોપ 10માં નંબર 3 પર છે.

આ પણ વાંચો — ભારતીય ક્રિકેટરના આ 5 ધુઆધાર ક્રિકેટરોના છે જન્મદિવસ,જાણો પાંચેય ખેલાડીના રેકોર્ડ