Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાકિસ્તાને અપહરણ કરેલા માછીમારોના ફોટા આવ્યા સામે

07:56 AM Apr 26, 2023 | Vipul Pandya

પાકિસ્તાન અને તેની નાપાક હરકત એ કોઈ નવી વાત નથી ત્યારે આજે વધુ નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા બે બોટો સાથે 13 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં એક બોટ ઓખા અને એક પોરબંદરની હોવાનું જાણવા મળે છે બોટોનાં અપહરણનાં પગલે માછીમારોમાં વિરોધ કરવામાં આવ્યો છે.
શું છે મામલો? 
મેરાજ અલી નામની ફિશિંગ બોટ 7 ખલાસીઓ સાથે તથા અલ અહદ બોટ 6 ખલાસીઓ સાથે ભારતીય જળસીમાં નજીક ફિશિંગ કરી રહી હતી. તે દરમિયાન પાક મરીનની પેટ્રોલિંગ શીપ અચાનક ત્યાં આવી ચડી હતી અને બંદુકનાં નાળચે બન્ને બોટો તથા ખલાસીઓનું અપહરણ કરી કરાચી તરફ લઇ જવામાં આવી . જેમાં એક બોટ પોરબંદરની હોવાનું અને ઓખાથી ઓપરેટ થતી હોવાનું જાણવા મળે છે. જયારે બીજી બોટ ઓખાની છે તથા તેમાં સવાર ખલાસીઓ વલસાડ, ઉના તથા ગીરસોમનાથ પંથકનાં હોવાનું જાણવા મળે છે. જોકે અપહરણ બોટ તેમજ માછીમારોના ફોટા સામે આવ્યાં છે.
હાલમાં પાક મરીન દ્વારા અપહરણ કરાયેલા 600થી વધુ માછીમારો અને અબજોની કીંમતની 1200થી વધુ ફિશિંગ બોટ પાકનાં કબ્જામાં છે. જેથી વહેલી તકે બોટો તથા માછીમારોને મુક્ત કરાવવા સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે  જરૂરી બન્યું  છે.