+

Indian Army : સિક્કિમમાં ભારતીય સેનાએ એન્ટી ટેન્ક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

Indian Army: ભારતીય સૈન્યએ (Indian Army) સિક્કિમમાં 17 હજાર ફૂટની ઉંચાઇએ એન્ટિ-ટેન્ક મિસાઇલનું સફળ (missile test) પરિક્ષણ કર્યું હતું. ચીનની સરહદ (Chinese border) ની નજીક જ ટ્રાયલ માટે ફાયરિંગ કરવામાં…

Indian Army: ભારતીય સૈન્યએ (Indian Army) સિક્કિમમાં 17 હજાર ફૂટની ઉંચાઇએ એન્ટિ-ટેન્ક મિસાઇલનું સફળ (missile test) પરિક્ષણ કર્યું હતું. ચીનની સરહદ (Chinese border) ની નજીક જ ટ્રાયલ માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને કોનકર્સ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (ATGM)તરીકે ઓળખવામાં આવે છે. સૈન્યએ આ સમગ્ર પરિક્ષણનો વીડિયો પણ જાહેર કર્યો હતો.

ટેન્કને સેકન્ડમાં જ ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે

કોનકર્સ એમ એન્ટિ-ટેન્ક મિસાઇલને લાઇસેન્સ હેઠળ બીડીએલ કંપની ભારતમાં જ તૈયાર કરે છે.જેની ડીલ રશિયા સાથે કરવામાં આવી છે. આ એક મૈન પોર્ટેબલ એન્ટિ-ટેન્ક મિસાઇલ છે.જે કોઇ પણ ટેન્ક કે સૈન્ય વાહનનો ખાતમો બોલાવી શકે છે.કેમ કે તેમાં એક્સપ્લોસિવ રિએક્ટિવ ઓર્મર ટેક્નીક લગાવવામાં આવી છે.જે કોઇ પણ મજબૂત ટેન્કને સેકન્ડમાં જ ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.આ મિસાઇલ પર સ્ટેન્ડ લગાવીને અથવા તો બીએમપી વાહનથી વોન્ચ કરી શકાય છે. જેની રેન્જ 75 થી 4000 મીટર સુધીની છે.

વિશ્વભરમાં આ મિસાઇલના પાંચ વર્ઝન ઉપલબ્ધ છે

આ એન્ટિ ટેન્ક મિસાઇલ ચાર કિમીનું લક્ષ્ય માત્ર 19 સેકન્ડમાં ભેદી શકે છે.આ મિસાઇલ છોડવામાં આવે તો દુશ્મનની ટેન્ક પાસે બચવાનો કોઇ જ સમય નથી રહેતો. વિશ્વભરમાં આ મિસાઇલના પાંચ વર્ઝન ઉપલબ્ધ છે. જેમાંથી બે વર્ઝનનો ઉપયોગ બે ડઝનથી વધુ દેશો કરી રહ્યા છે.આ એન્ટિ ટેન્ક મિસાઇલનું વજન 14.6 કિલો છે, લોન્ચ પોસ્ટ સાથે તેનું વજન 22.5 કિલો થાય છે. લંબાઇ 45 ઇંચ અને વ્યાસ 5.3 ઇંચનું છે.જેનું હથિયાર માત્ર 2.7કિલોનું હોય છે પણ તે અત્યંત ઘાતક માનવામાં આવે છે. કેમ કે તે ટેન્કને સ્પર્શે તે સાથે જ વિસ્ફોટ થાય છે અને ટેન્કનો નાશ કરી નાખે છે. હાલ આ જ પ્રકારનું સફળ પરિક્ષણ ચીનની સરહદ પાસે સિક્કિમમાં કરવામાં આવ્યું.

આ પણ વાંચો  PM Modi : PM મોદીનું Youth Connection…વાંચો ‘ગેમચેન્જર’ સંવાદ

આ પણ વાંચો  – Bhopal : મસ્જિદમાં ગૂંજ્યો ‘હર હર મોદી’નો નારો..

આ પણ વાંચો  – પોપટે DMKની હારની આગાહી કરી-તમિલનાડુ પોલીસે એની કુંડળી બગાડી

 

Whatsapp share
facebook twitter