Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઈન્દોરમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચમાં ભારતનો 49 રને પરાજય

09:25 AM Apr 19, 2023 | Vipul Pandya

આફ્રિકા સામેની છેલ્લી T20 મેચમાં ભારતીય ટીમને 49 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની છેલ્લી અને ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું હતું. જોકે, કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 2-1થી જીતી લીધી છે અને પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને તેમના જ ઘરમાં T20 શ્રેણીમાં હરાવ્યું છે.
આફ્રિકાના 228 રનના મોટા લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ શરૂઆત નબળી રહી હતી અને કોઈ પણ ખેલાડી બેટ પર પોતાનો કમાલ બાતાવી શક્યો નહોતો. ભારતીય ટીમ 178 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા કંઈ ખાસ કરી શક્યા નહોતા. પરંતુ ક્વિન્ટન ડી કોક અને રિલે રોસોએ શાનદાર ઈનિંગ રમી હતી. ક્વિન્ટન ડી કોકે આ મેચમાં 43 બોલમાં 68 રન બનાવ્યા હતા, જેમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે રિલે રોસોએ કર્યું જેણે 48 બોલમાં 100 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરે માત્ર 5 બોલમાં 19 રન ફટકારીને સ્કોર 227 સુધી પહોંચાડ્યો હતો.


ભારતના પ્લેઈંગ ઈલેવન…



વરસાદની શક્યતા નહીવત્
ઈન્દોરનું હોલકર સ્ટેડિયમ ભારતના સૌથી નાના મેદાનોમાંનું એક છે. અહીંની બાઉન્ડ્રીઓ નાની છે. અહીંની પીચ બેટ્સમેનોને મદદરૂપ રહી છે. આવી સ્થિતિમાં આજના મેદાનમાં સારો સ્કોર થાય તેવી શક્યતા છે. તેમજ બીજી ઈનિંગમાં ઝાકળની શક્યતા છે. આવી સ્થિતિમાં ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમ ફાયદામાં રહી શકે છે. મેચ દરમિયાન, ઈન્દોરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે વરસાદની શક્યતાઓ નહિવત્ છે.