Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું, UNSCમાં યુક્રેનના સમર્થનમાં મતદાન કર્યું

06:56 PM Apr 21, 2023 | Vipul Pandya

યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુક્રેન પર “પ્રક્રિયાગત મત” દરમિયાન ભારતે બુધવારે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું.  યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીને આ સમય દરમિયાન વીડિયો-ટેલિકોન્ફરન્સ દ્વારા મીટિંગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું. 

6 મહિનાથી વધુ સમયથી યુદ્ધ 
યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુક્રેન પર “પ્રક્રિયાગત મત” દરમિયાન ભારતે બુધવારે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું. રશિયા- યુક્રેન યુદ્ધ બાદ ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. યુક્રેનમાં છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ પછી, યુનાઇટેડ નેશન્સે ઘણી વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે ભારતે રશિયા વિરુદ્ધ મતદાનમાં ભાગ લીધો છે. 15-સભ્ય યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીને આ સમય દરમિયાન વીડિયો-ટેલિકોન્ફરન્સ દ્વારા મીટિંગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું. રશિયન સેનાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. ત્યાર પછી ભારતે પ્રથમ વખત યુક્રેન મુદ્દે રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. અત્યાર સુધી નવી દિલ્હી યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેનના મુદ્દાને ટાળી રહી છે, જેનાથી અમેરિકા સહિત પશ્ચિમી દેશો નારાજ છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવ્યા છે.
ભારતે બંને દેશો વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ રાજદ્વારી પ્રયાસોમાં સહકાર વ્યક્ત કર્યો
યુક્રેન પર રશિયાના હુમલાની ભારતે નિંદા કરી નથી. નવી દિલ્હીએ રશિયા અને યુક્રેનને મુત્સદ્દીગીરી અને વાતચીતના માર્ગ પર પાછા ફરવાની વારંવાર અપીલ કરી છે અને બંને દેશો વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ રાજદ્વારી પ્રયાસોમાં સહકાર વ્યક્ત કર્યો છે. ભારત બે વર્ષ માટે UNSCનું અસ્થાયી સભ્ય છે. તેમનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થશે. યુક્રેનની આઝાદીની 31મી વર્ષગાંઠ પર છ મહિના સુધી ચાલેલા યુદ્ધની સમીક્ષા કરવા બુધવારે સુરક્ષા પરિષદે એક બેઠક યોજી હતી. મીટિંગ શરૂ થતાં, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત, વેસિલી એ. નેબેન્ઝિયાએ વિડિયો ટેલિ-કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં જેલેન્સકીની ભાગીદારી અંગે પ્રક્રિયાગત મતની વિનંતી કરી. આ પછી 13 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે રશિયાએ આ આમંત્રણની વિરુદ્ધમાં મતદાન કર્યું અને ચીને આ મુદ્દે મતદાન કર્યું નહીં.
આ પણ વાંચો- 

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર યુક્રેનના વિદેશ મંત્રી નારાજ, કહી આ વાત