Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત-કેનેડા વચ્ચેનો તણાવ પરાકાષ્ઠાએ, ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સર્વિસ બંધ કરી

12:42 PM Sep 21, 2023 | Vishal Dave
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધુને વધુ વણસી રહ્યા છે. એક તરફ જ્યા કેનેડાએ ત્રીજુ મહત્વનું પગલું લેતા પોતાના વધુ કેટલાક રાજદ્વારીઓને કેનેડા પરત બોલાવી લીધા છે,  તો આ તરફ ભારતે આક્રમક વલણ અપનાવતા કેનેડાને તેનીજ ભાષામાં જવાબ આપ્યો છે.. અને કેનેડાના નાગરિકો માટે ઇન્ડિયાના વિઝા અનિશ્ચિતકાળ સુધી બંધ કરી દીધા છે. જો કે હજુ સુધી કોઇ સત્તાવર જાહેરાત થઇ નથી.. પરંતુ કેનેડાના વિઝા કેન્દ્રોનું સંચાલન કરનાર બીએલએસ ઇન્ટરનેશનલે આ માહિતી પોતાની વેબસાઇટ પર આપી છે..
 Important notice from Indian Mission: Due to operational reasons, with effect from 21 September 2023, Indian visa services have been suspended till further notice. Please keep checking BLS website for further updates: BLS India Visa Application Centre
વેબસાઇટ પર જે લખાણ લખવામાં આવ્યુ છે તેના પર નજર કરીએ તો તેમાં લખાયુ છે કે ‘ ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચનાઃ ઓપરેશનલ કારણોને લીધે ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગામી સૂચના મળે ત્યાં સુધી બંધ રહેશે. .
ભારતીય અધિકારીએ સસ્પેન્શનની પુષ્ટિ કરી
આ તરફ એક ભારતીય અધિકારીએ સસ્પેન્શનની પુષ્ટિ કરી હતી પરંતુ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમણે આ અંગે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, નોટિસમાં બધું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. કોરોના પીરિયડ પછી આ પ્રથમ વખત છે, જ્યારે ભારતે કોઈપણ દેશના નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરી છે.