+

ભારતના નિર્ણયથી વિશ્વ મજબૂર, ચોખાના ભાવ વધશે; નિકાસમાં 25 ટકા સુધીનો ઘટાડો થશે

ભારતે તાજેતરમાં તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય અન્ય ઘણી જાતોના ચોખાની નિકાસ પરનો ટેક્સ ઘટાડીને 20 ટકા કરવામાં આવ્યો છે. તેના કારણે બજારમાં ભારતીય ચોખાના ભાવમાં વધારો થયો છે. ભારતે તાજેતરમાં તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય અન્ય ઘણી જાતોની નિકાસ પરનો ટેક્સ ઘટાડીને 20 ટકા કર્યો છે. સરકારના આ નિર્ણયથી બજારમાં ભારતીય ચોખાના ભાવમાં વધારો થયો છે à
ભારતે તાજેતરમાં તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય અન્ય ઘણી જાતોના ચોખાની નિકાસ પરનો ટેક્સ ઘટાડીને 20 ટકા કરવામાં આવ્યો છે. તેના કારણે બજારમાં ભારતીય ચોખાના ભાવમાં વધારો થયો છે. 
ભારતે તાજેતરમાં તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય અન્ય ઘણી જાતોની નિકાસ પરનો ટેક્સ ઘટાડીને 20 ટકા કર્યો છે. સરકારના આ નિર્ણયથી બજારમાં ભારતીય ચોખાના ભાવમાં વધારો થયો છે અને સમગ્ર વિશ્વમાં ચોખાની કટોકટી વધુ ઘેરી થવાની ધારણા છે. એશિયન દેશો સહિત વિશ્વના ઘણા દેશોએ ભારતને બદલે ચોખા ખરીદવા માટે અન્ય દેશો તરફ વળવાનું શરૂ કર્યું છે. પરંતુ સમસ્યા એ છે કે પરિસ્થિતિનો લાભ લઈને અન્ય દેશોએ ઊંચા ભાવ વસૂલવાનું શરૂ કરી દીધું છે. જોકે આ વર્ષે ભારતની ચોખાની નિકાસમાં 25 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. 

આ વર્ષે ભારતની નિકાસમાં 25%નો ઘટાડો થશે
પ્રતિબંધ અને ટેક્સ વધારવાનો નિર્ણય લેતા ભારત સરકારે કહ્યું હતું કે આ વખતે દેશમાં ડાંગરની વાવણી ઘટી છે અને લણણીમાં પણ મોડું પણ થયું છે. તેથી સ્થાનિક સ્તરે ખાદ્ધયન્ન સંકટ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાઈસ એક્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ બીવી કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે, “કસ્ટમ ડ્યુટીમાં વધારાથી ભારતના ચોખા મોંઘા થયા છે. આ વર્ષે નિકાસ 50 લાખ ટન ઘટી શકે છે. આ વર્ષે ભારતમાંથી ચોખાની નિકાસ 16.2 મિલિયન ટન સુધી મર્યાદિત રહી શકે છે. જણાવી દઈએ કે ગત નાણાકીય વર્ષમાં ભારતમાંથી ચોખાની નિકાસ 21.2 મિલિયન ટનના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. 

5 દિવસમાં વિશ્વ સ્તરે ચોખાના ભાવમાં ઝડપી વધારો
ભારતની ચોખાની નિકાસન ભારત પછી અન્ય ચાર દેશોની કુલ આયાત કરતાં વધુ હતી. ચોખાના સૌથી મોટા નિકાસકારોમાં ભારત પછી થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને અમેરિકા આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતના નિર્ણયને કારણે એશિયા સહિત વિશ્વભરના બજારોમાં ચોખાના ભાવમાં વધારો થશે. ભારતીય પ્રતિબંધના માત્ર 5 દિવસમાં જ ચોખાની વૈશ્વિક કિંમતોમાં 4 થી 5 ટકાનો વધારો થયો છે. આગામી દિવસોમાં ભાવ વધી શકે છે. ભારતના પ્રતિબંધ બાદ વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોએ ચોખાના ભાવમાં વધારો કર્યો છે.
આ પહેલાં ભારતે જૂનમાં ઘઉંની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો
તમને જણાવી દઈએ કે ભારતે જૂનમાં ઘઉંની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, જેના પર યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ભારતે જવાબ આપતા કહ્યું કે શ્રીમંત દેશો અનાજ ખરીદે છે અને પછી ગરીબ દેશોને તેમની જરૂરિયાત મુજબ અનાજ મળતું નથી. ભારતે કહ્યું હતું કે અમે આ નિર્ણય પોતાના અને પડોશી દેશોની ખાદ્ય સુરક્ષા માટે લીધો છે.
Whatsapp share
facebook twitter