Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

india-russia ties : રશિયના રાષ્ટ્રપતિએ ભારતની ‘Make in India’ પહેલના કર્યા વખાણ

08:06 PM Jan 26, 2024 | Hiren Dave

india-russia ties : ભારતના 75માં ગણતંત્ર દિવસે રશિયાએ ભારતને શુભેચ્છાઓ પાઠવી છે. આ તકે ભારત સ્થિત રશિયન દૂતાવાસ ખાતે (india-russia ties)ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને ભારતને ‘સ્વતંત્ર’ વિદેશ નીતિ અપનાવવા માટે શ્રેય આપ્યો, જે આજની દુનિયામાં સરળ નથી. રશિયન મીડિયાએ આ અંગે જાણકારી આપતા અહેવાલો પ્રસારિત કર્યા છે.  પુતિન ગુરુવારે રશિયન વિદ્યાર્થી દિવસ’ના અવસર પર કેલિનિનગ્રાડ વિસ્તારમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, (india-russia ties)ભારત વિશ્વમાં સૌથી વધુ આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર ધરાવતો દેશ છે અને આ વડાપ્રધાનના નેતૃત્વના ગુણોને કારણે છે. તેમના નેતૃત્વમાં જ ભારત આ ગતિએ આગળ વધ્યું.

 

નવી દિલ્હી પર પૂર્ણ વિશ્વાસ છે: પુતિન

તેમણે વધુમાં કહ્યું કે રશિયા ભારત અને તેના નેતૃત્વ પર વિશ્વાસ કરી શકે છે કારણ કે તેને વિશ્વાસ છે કે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વિરુદ્ધ ષડયંત્ર નહીં કરે. તેમણે કહ્યું, ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યું છે. જે આજની દુનિયામાં સરળ નથી. પરંતુ 1.5 અબજની વસ્તી ધરાવતા india-russia ties  ભારતને આમ કરવાનો અધિકાર છે. તે અધિકાર વડાપ્રધાન મોડીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યો છે. આ માત્ર એક નિવેદન નથી.  આ સંયુક્ત કાર્ય સંયુક્ત રીતે આગળ વધવા માટે મહત્વપૂર્ણ છે અને અમને મધ્યમ અને લાંબા ગાળામાં અમારા ભાગીદારોના કાર્યોનું પૂર્વાનુમાન લગાવવાની તક આપે છે.

રશિયન રાષ્ટ્રપતિએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની પણ પ્રશંસા કરી

રશિયન રાષ્ટ્રપતિ પુતિને ભારતની ‘Make in India’ પહેલની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રશિયા ભારતમાં સૌથી મોટા રોકાણ કરનારા દેશોમાંનો એક છે અને ભવિષ્યમાં ત્યાં મોટા પ્રમાણમાં રોકાણ કરવા આતુર છે. તેમણે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસના ક્ષેત્રમાં મોટા કદમ ઉઠાવ્યા છે. તેમના અભિયાન ‘મેક ઇન ઈન્ડિયા’ની રશિયા સહિત ઘણા દેશોએ નોંધ લીધી છે. અમે અમારા ભારતીય મિત્રો (india-russia ties )સાથે મળીને તમામ યોજનાઓ લાવવા પ્રયાસો કરી રહ્યા છીએ. ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ રશિયાથી આવ્યું છે. અમારી કંપની રોસેનેફ્ટે એક ઓઇલ રિફાઇનરીનું અધિગ્રહણ, ગેસ સ્ટેશનોનું નેટવર્ક, એક પોર્ટનું નિર્માણ અને અન્ય પરિયોજનાઓમાં 23 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

 

આ  પણ  વાંચો – Republic Day 2024 : લંડનમાં ભારતીય દૂતાવાસમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઇ