Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત અને રશિયાના સંબંધ હંમેશાં મજબૂત રહેશે: વિદેશમંત્રી એસ. જયશંકર

01:37 PM Dec 26, 2023 | Vipul Sen

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર (S. Jaishankar) હાલ રશિયાના પાંચ દિવસના પ્રવાસ પર છે. રશિયાના વિદેશ મંત્રી અને અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત પહેલા એસ. જયશંકરે રશિયામાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભૌગોલિક રાજકીય અને વ્યૂહાત્મક તરીકે એક બીજા પર નિર્ભરતાના કારણે ભારત અને રશિયાના (Russia-India Relation) સંબંધ હમેશા મજબૂત રહેશે.

જણાવી દઈએ કે, એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી લખ્યું કે, તેઓ રશિયાના નેતાઓ સાથે બંને દેશોમાં કનેક્ટિવિટી વધારવા અંગે વાત કરશે. સાથે જ ક્ષેત્રીય સંઘર્ષ સહિતના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. માહિતી છે કે એસ. જયશંકર રશિયાના નાયબ વડાપ્રધાન અને ઉદ્યોગ અને વેપાર પ્રધાનને મળશે. એસ. જયશંકર રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લવરોવ સાથે પણ મુલાકાત કરશે.

વ્યાપાર, ઊર્જા, સુરક્ષા અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને માનવીય સંબંધ મજબૂત કરવા પર વધુ ફોક્સ કરવામાં આવશે. વિદેશમંત્રી વ્યાપાર, ઊર્જા, સુરક્ષા અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે, વિદેશમંત્રી એસ. જયશંકર 25થી 29 ડિસેમ્બર સુધી રશિયાના પ્રવાસે રહેશે. નોંધનીય છે કે, બંને દેશો વચ્ચે છેલ્લી સમિટ 6 ડિસેમ્બર, 2021ના રોજ થઈ હતી. તે સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ભારત આવ્યા હતા. આ પછી, કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને કારણે બંને દેશો વચ્ચે સમિટ થઈ શકી નહીં. વડાપ્રધાન મોદીએ (PM Modi) છેલ્લે સપ્ટેમ્બર, 2019માં રશિયાની મુલાકાત લીધી હતી.

 

આ પણ વાંચો – Pakistan Election: સામાન્ય ચૂંટણીમાં પહેલીવાર હિન્દુ મહિલાની ઉમેદવારી, જાણો કોણ છે ડૉ. સવીરા પ્રકાશ?