Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજથી ફરી શરુ થશે ભારત-રશિયાની ફ્લાઈટ

06:51 AM Apr 29, 2023 | Vipul Pandya

રશિયન સરકાર દ્વારા સંચાલિત એરોફ્લોટ શુક્રવારથી રશિયા અને ભારત વચ્ચે ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. એરોફ્લોટ કંપનીએ 8 માર્ચના રોજ તેની સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી સ્થગિત કરી દીધી હતી કારણ કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર યુદ્ધ શરૂ કર્યા પછી પ્લેન ભાડે આપનાર-યુ.એસ., યુકે અને યુરોપ જેવા પશ્ચિમી દેશોએ-તેમના વિમાનોને પાછા બોલાવ્યા હતા.
એરલાઈને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “6 મે, 2022થી એરોફ્લોટ તેના એરબસ 333 વિમાનને દિલ્હી (DEL)થી મોસ્કો (SVO) સુધી દર સોમવાર અને શુક્રવારે પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી ક્લાસમાં કુલ 293 મુસાફરો સાથે ઉડાન ભરશે.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ સતત ચાલી રહ્યું છે. યુક્રેને ગુરુવારે કહ્યું હતું કે રશિયા મેરીયુપોલમાં એઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં છુપાયેલા તેના બાકીના સૈનિકોને  નાખવાના પ્રયાસ કરી રહ્યું છે. કિવની સૈન્યએ એક નિવેદનમાં કહ્યું કે રશિયનો એઝોવસ્ટલ ક્ષેત્રમાં યુક્રેનિયન એકમોને અવરોધિત કરવાનો અને નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિમાનની મદદથી રશિયાએ પ્લાન્ટ પર નિયંત્રણ મેળવવા માટે ફરીથી હુમલો શરૂ કર્યો છે.