+

સિંગાપુરના વડાપ્રધાને કરેલા ભારતીય સાંસદો વિશેના નિવદનનો ભારત દ્વારા વિરોધ

સિંગાપુરના વડાપ્રધાન લી સીન લોન્ગએ ભારતીય સાંસદો વિશે કરેલી ટિપ્પણી અંગે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાાણે ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે સિંગાપુરના ઉચ્ચાયુક્ત સાઇમન વોંગને સમન્સ આપ્યું છે. વિદેશ મંત્રાલયે તેમની સામે આ મુદ્દો ઉઠાવ્યો છે અને સિંગાપુરના વડાપ્રધાનના નિવેદનને બિનજરુરી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કà«
સિંગાપુરના વડાપ્રધાન લી સીન લોન્ગએ ભારતીય સાંસદો વિશે કરેલી ટિપ્પણી અંગે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાાણે ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે સિંગાપુરના ઉચ્ચાયુક્ત સાઇમન વોંગને સમન્સ આપ્યું છે. વિદેશ મંત્રાલયે તેમની સામે આ મુદ્દો ઉઠાવ્યો છે અને સિંગાપુરના વડાપ્રધાનના નિવેદનને બિનજરુરી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સિંગાપોરના વડા પ્રધાને કરેલી ટિપ્પણી બિનજરૂરી હતી. અમે આ નિવેદનો વિરોધ કરીએ છીએ. ઉપરાંત આ મુદ્દો સિંગાપોર સરકાર સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે.

સિંગાપુરના વડાપ્રધાને શું કહ્યું હતું?
સિંગાપોરના વડા પ્રધાન લી સીન લોન્ગએ ‘દેશમાં લોકશાહી કેવી રીતે કામ કરવી જોઈએ’ વિષય પર સંસદમાં ચર્ચા દરમિયાન ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારત તથા ઇઝરાયલના સાસંદો પર નોંધાયેલા ગુનાહિત કેસોનો ઉલ્લેખ પણ કર્યો. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે ‘નેહરુનું ભારત અત્યારે એવું બની ગયું છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાં લોકસભાના અડધા સાંસદો પર ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાં દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ પણ થાય છે. જો કે એવું પણ કહેવાય છે કે તેમાંથી મોટાભાગના આરોપો રાજકીય રીતે પ્રેરિત હોય છે.’
‘ઘણા દેશોની રાજનૈતિક પ્રણાલી તેની શરૂઆતના સમય કરતા ઘણી બદલાઈ ગઈ છે.  ડેવિડ બેન ગુરિયનનું ઈઝરાયલ હવે એવી લોકશાહી બની ગયું છે, જ્યાં વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પર ઘણા કેસ નોંધાયેલા છે અને તેમાંથી ઘણા જેલમાં પણ જઈ ચૂક્યા છે.’
પહેલા જવાહરલાલ નેહરુની પ્રશંસા કરી
પોતાના ભાષણ દરમિયાન જવાહરલાલ નેહરુની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ‘મોટાભાગના દેશોએ ઉચ્ચ આદર્શો અને મહાન મૂલ્યોના આધારે તેમની યાત્રાની શરુઆત કરી છે. જો કે, સ્થાપક નેતાઓ અને અગ્રણી પેઢીની સરખામણીએ સમયની સાથે સાથે જેમ નવી પેઢી આવે તેમ ઘણો બદલાવ આવે છે.  આઝાદી માટે લડનારા અને જીતનારા નેતાઓ અસાધારણ હોય છે જેમની પાસે હિંમત, મહાન સંસ્કૃતિ અને ઉત્કૃષ્ટ ક્ષમતા હોય છે. તેઓ તમામ મુશ્કેલોને પાર કરીને રાષ્ટ્રોના નેતા તરીકે ઉભરી આવ્યા હોય છે. ડેવિડ બેન-ગુરિયન, જવાહરલાલ નેહરુ આવા જ નેતાઓ છે.’
હાલમાં ભારત સરકાર દ્વારા આવા નિવેદન સામે વિરોધ વ્યક્ત કરાયો છે. સિંગાપોરના વડા પ્રધાનના નિવેદનને લઈને સિંગાપોરના હાઈ કમિશનરને સમન્સ મોકલવામાં આવ્યું છે. જો કે, આ નિવેદન અંગે સિંગાપોર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આઆવી નથી.
Whatsapp share
facebook twitter