+

મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવામાં આવતા ભારતે વાંધો ઉઠાવ્યો

ભારતે ન્યૂયોર્કમાં શુક્રવારે એક હિન્દૂ મંદિર બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાની ઘટના પર વાંધો વ્યક્ત કરી ઘટનાને વખોડી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સલેટ જનરલે (Consulate General) અમેરીકાના અધિકારીઓ સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે જેથી તે સુનિશ્ચિત કરવામાં આવે કે આ પ્રકારની ઘૃણિત ઘટના માટે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અમેરીકામાં મહાત્મા ગાંધીની મૂર્તિઓ  પર સતત હુમલોએ થઈ રહ્ય
ભારતે ન્યૂયોર્કમાં શુક્રવારે એક હિન્દૂ મંદિર બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાની ઘટના પર વાંધો વ્યક્ત કરી ઘટનાને વખોડી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સલેટ જનરલે (Consulate General) અમેરીકાના અધિકારીઓ સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે જેથી તે સુનિશ્ચિત કરવામાં આવે કે આ પ્રકારની ઘૃણિત ઘટના માટે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અમેરીકામાં મહાત્મા ગાંધીની મૂર્તિઓ  પર સતત હુમલોએ થઈ રહ્યાં છે. બે અઠવાડીયામાં આ બીજી ઘટના છે જ્યારે મહાત્મા ગાંધીની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કે નુંકસાન પહોંચાડવામાં આવ્યું હોય.
હાલમાં જ ન્યૂયોર્કના (Newyork) ક્વિંસમાં આ મહિનાની શરૂઆતમાં અહીં એક મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને હથોડાથી તોડીને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં શુક્રવારે તે કહેવામાં આવ્યું કે, વાણિજ્ય દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું છે કે તેઓ ન્યૂયોર્કના ક્વિંસમાં એક મંદિર બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાની સખ્ત નિંદા કરે છે. અમે આ મુદ્દાને અમેરીકાના અધિકારીઓ સામે ઉઠાવ્યો છે તપાસની માંગ કરી છે જેથી આ પ્રકારની ઘટના કરનારાઓને જવાબદાર ઠેરવી શકાય.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સર્વેલન્સ વીડિયોમાં જોવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ મંગળવારે ગાંધીની પ્રતિમા પર હથોડાથી વાર કરી પ્રતિમાને ક્ષતિ પહોંચાડી હતી. થોડી મીનીટો બાદ 6 લોકોના એક સમુહે વારાફરતી પ્રતિમાને હથોડાતી પછાડી દે છે. સાઉથ રિચમંડ હીલ સ્થિત શ્રી તુલસી મંદિરના સંસ્થાપક લખરામ મહારાજ દ્વારા કહેવામાં આવ્યું કે, હુમલાખોરોને આ પ્રકારે અમારી પાછળ આવતા જોવા ખુબ જ દુ:ખદ છે. મહારાજને બુધવારે જ્યારે ઘટનાની ખબર પડી ત્યારે પ્રતિમા કાટમાળમાં પરિવર્તિત થઈ ગઈ હતી. મંદિર સામે અને અન્ય જગ્યાએ સ્પ્રે પેન્ટથી અપશબ્દો લખેલા હતા.
તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, બે અઠવાડીયા પહેલાં ગાંધીજીની તે પ્રતિમાને તોડવામા આવી હતી. એસેમ્બલી સભ્ય જેનિફર રાજકુમારે કહ્યું કે, ગાંધીની પ્રતિમાને તોડવું વાસ્તવમાં અમારી તમામ માન્યાતાઓની વિરૂદ્ધ છે અને આ સમુદાય માટે ખુબ હેરાન કરનારી હરકત છે.
અમેરીકામાં (US) ગાંધીજીની પ્રતિમાને હાનિ પહોંચાવાનો આ પહેલો બનાવ નથી આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મૈનહટ્ટનના યૂનિય સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની આઠ ફુલ ઉંચી પ્રતિમાને કેટલાક લોકોએ હાનિ પહોંચાડી હતી. ખાલિસ્તાન સમર્થકોએ ડિસેમ્બર 2020માં વોશિંગ્ટનમાં ભારતીય એમ્બેસીની સામે લાગેલી ગાંધીની પ્રતિમાને વિકૃત કરી હતી.
Whatsapp share
facebook twitter