Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રમાશે T20 મેચ, જાણો ક્યા જોઇ શકશો Live મેચ

06:19 PM Apr 16, 2023 | Vipul Pandya

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની સેમીફાઇનલમાં કારમી હાર બાદ ભારતીય ટીમ ODI અને T20 સીરીઝ માટે ન્યૂઝીલેન્ડ પહોંચી ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ આજે વેલિંગ્ટનમાં રમાશે. આ સીરીઝમાં ભારતીય ટીમે યુવા ખેલાડીઓને તક આપતા ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે. જોકે, હજુ મેચ શરૂ પણ નથી થઈ અને તે પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, વેલિંગ્ટનમાં વાદળો મંડરાઈ રહ્યા છે અને વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્રણ T20 મેચો રમાશે
T20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. અહીં તેણે ત્રણ T20 મેચોની શ્રેણી રમવાની છે. આ શ્રેણીની પ્રથમ મેચ આજે વેલિંગ્ટનમાં રમાવાની છે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે. આ મેચમાં ભારતીય ટીમની કપ્તાની હાર્દિક પંડ્યા કરી રહ્યો છે જ્યારે કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. મહત્વનું છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી આજથી (18 નવેમ્બર)થી શરૂ થઈ રહી છે. T20 વર્લ્ડ કપ પછી બંને ટીમો માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રેણી છે. ન્યૂઝીલેન્ડ દ્વારા આયોજિત આ શ્રેણીમાં, પ્રથમ ત્રણ T20 મેચો રમાશે અને તે પછી સમાન સંખ્યામાં વનડે પણ રમાશે. ભારતીય ટીમ સિનિયર ખેલાડીઓ વિના આ પ્રવાસ પર પહોંચી છે અને T20માં ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરશે જ્યારે વનડેમાં શિખર ધવન સુકાની કરશે. 

કઇ ચેનલ પર જોઇ શકશો Live મેચ
આ સીરીઝમાં મોટાભાગના યુવા ખેલાડીઓ ભારત તરફથી રમતા જોવા મળશે, તેથી તમામની નજર તેમના પ્રદર્શન પર રહેશે. જોકે, આ સમયે શ્રેણીને લઈને દરેકના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે અને કઈ ટીવી ચેનલ પર તે જોઈ શકશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી આ શ્રેણીના પ્રસારણ અધિકારો કોઈ ટીવી ચેનલ પાસે નથી. પરંતુ બુધવારે મોડી સાંજે ભારતીય ચાહકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શ્રેણીની તમામ મેચો હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકાશે. ડીડી સ્પોર્ટ્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ) પર સીરીઝનો આનંદ લઈ શકાય છે.

કેવું રહેશે વેલિંગ્ટનનું હવામાન?
રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ઘણા સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડના આ પ્રવાસ પર મોકલવામાં આવ્યા નથી અને તેમને આરામની તક આપવામાં આવી છે. આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓને આ પ્રવાસમાં પોતાને સાબિત કરવાની તક મળશે. જોકે, આ દરમિયાન ટીમ ઈન્ડિયા અને ફેન્સ માટે વેલિંગ્ટનથી એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. મહત્વનું છે કે, ન્યૂઝીલેન્ડના હવામાનની આગાહી અનુસાર, આજે એટલે કે શુક્રવારે વેલિંગ્ટનમાં વરસાદ પડી શકે છે. અહેવાલ મુજબ, બપોરે અને સાંજે વરસાદની સંભાવના છે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. આ સિવાય અહીં તેજ પવનની સાથે તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામે ભારતનું પલડું રહ્યું છે ભારે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 મેચની વાત કરીએ તો ભારતીય ટીમ થોડી મજબૂત દેખાઇ રહી છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 11 મેચ જીતી છે જ્યારે ન્યૂઝીલેન્ડ માત્ર 9 મેચ જીતી શક્યું છે. વળી, દેશની બહાર ભારતીય ટીમનું પ્રદર્શન પણ આંકડાઓમાં દેખાઈ રહ્યું છે. ભારતે 6 અવે મેચો જીતી છે જે દર્શાવે છે કે ટીમ ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે પણ હરાવવા સક્ષમ છે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 ટીમમાં કોનું કેવું રહ્યું છે પ્રદર્શન?
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં વર્તમાન T20 ટીમમાં સૌથી વધુ રન (358) બનાવનાર ખેલાડી છે. ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ રન (212) બનાવ્યા છે. સૌથી વધુ વિકેટ ટિમ સાઉથીના નામે છે, તેણે 11 વિકેટ લીધી છે. જ્યારે ભારત તરફથી કેપ્ટન યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારે 8-8 વિકેટ ઝડપી છે.
બંને ટીમોની T20 ટીમઃ
ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (c), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર
ભારત: હાર્દિક પંડ્યા (c), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સિંહ, અરવિંદ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.