Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મેડલોની હાફ સેન્ચ્યુરી નજીક ભારત, કઈ ગેમ્સમાં કયા ખેલાડીએ જીત્યો કયો મેડલ: જુઓ લિસ્ટ

10:16 AM Apr 21, 2023 | Vipul Pandya

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને સતત મેડલનો વરસાદ થઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયા હવે મેડલની હાફ સેન્ચ્યુરી પૂર્ણ કરવા જઈ રહ્યું છે. શનિવાર બાદ રવિવારે પણ મેડલોનો વરસાદ થયો. ભારતીય સમય અનુસાર રવિવાર બપોર 1.30 વાગ્યાથી ભારતની મેડલ ઇવેન્ટ શરૂ થઈ અને થોડા કલાકોમાં જ ભારતે અડધો ડઝન મેડલ જીતી લીધા.

અત્યારે ભારતમાં કુલ મેડલની સંખ્યા 48 થઈ ગઈ છે. તેમાં 17 ગોલ્ડ, 12 સિલ્વર મેડલ અને 19 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત માટે અત્યાર સુધી કોણે કોણે મેડલ જીત્યા

ગોલ્ડ મેડલ વિજેતા
મીરાબાઈ ચાનૂ – વેઈટ લિફ્ટિંગ 49 કિગ્રા
જેરેમી લાલરીનુંગા – વેઈટ લિફ્ટિંગ 67 કિગ્રા
અચિંત શિયુલી – 73 કેજી વેઈટ લિફ્ટિંગ
મહિલા ટીમ – લોન બોલ્સ
પુરૂષ ટીમ – ટેબલ ટેનિસ
સુધીર – પેરા પાવર લિફ્ટિંગ
બજરંગ પુનિયા – કુસ્તી 65 કિગ્રા
સાક્ષી મલિક – કુસ્તી 62 કિગ્રા
દીપક પુનિયા – કુસ્તી 86 કિગ્રા
રવિ કુમાર દહિયા – કુસ્તી 57 કિગ્રા
વિનેશ ફોગાટ- કુસ્તી 53 કિગ્રા
નવીન કુમાર – કુસ્તી 74 કિગ્રા
ભાવિના પટેલ – પેરા ટેબલ ટેનિસ
નીતુ ઘંઘાસ – બોક્સિંગ
અમિત પંઘાલ – બોક્સિંગ
એલ્ડહોસ પોલ – ટ્રિપલ જમ્પ
નિખત ઝરીન – બોક્સિંગ

સિલ્વર મેડલ વિજેતા
સંકેત મહાદેવ સરગર – વેઈટ લિફ્ટિંગ 55 કિગ્રા
બિંદિયારાની દેવી – વેઈટ લિફ્ટિંગ 55 કિગ્રા
સુશીલા દેવી – સિલ્વર મેડલ (જુડો 48 કિગ્રા
વિકાસ ઠાકુર – સિલ્વર મેડલ (વેઈટ લિફ્ટિંગ 96 કિગ્રા)
મિશ્ર ટીમ – બેડમિન્ટન
તુલિકા માન – જુડો
મુરલી શ્રીશંકર – લોંગ જમ્પ
અંશુ મલિક – કુસ્તી 57 કિગ્રા
પ્રિયંકા ગોસ્વામી – 10 કિમી વોક
અવિનાશ સાબલે – સ્ટીપલચેઝ
પુરૂષ ટીમ – લોન બોલ્સ
અબ્દુલ્લા અબુબકર – ટ્રિપલ જમ્પ

ભારતના ફાળે મેડલ જ મેડલ, એક જ ઇવેન્ટમાં ગોલ્ડ-સિલ્વર: જેવલિન થ્રોમાં મળ્યો બ્રોન્ઝ

બ્રોન્ઝ મેડલ વિજેતા
ગુરુરાજા પુજારી – વેઈટ લિફ્ટિંગ 61 કિગ્રા
વિજય કુમાર યાદવ – જુડો 60 કિગ્રા
હરજિન્દર કૌર – વેઈટ લિફ્ટિંગ 71 કિગ્રા
લવપ્રીત સિંહ – વેઈટ લિફ્ટિંગ 109 કિગ્રા
સૌરવ ઘોષાલ – સ્ક્વોશ
ગુરદીપ સિંહ – વેઈટ લિફ્ટિંગ 109+ કિગ્રા
તેજસ્વિની શંકર – ઉંચી કૂદ
દિવ્યા કાકરાને – કુસ્તી 68 કિગ્રા
મોહિત ગ્રેવાલ – કુસ્તી 125 કિગ્રા
જાસ્મિન લેમ્બોરિયા – બોક્સિંગ
પૂજા ગેહલોત – કુસ્તી 50 કિગ્રા
પૂજા સિહાગ – કુસ્તી
મોહમ્મદ હુસામુદ્દીન – બોક્સિંગ
દીપક નેહરા – કુસ્તી 97 કિગ્રા
સોનલબેન પટેલ – પેરા ટેબલ ટેનિસ
રોહિત ટોકસ – બોક્સિંગ
ભારતીય મહિલા ટીમ – હોકી
સંદીપ કુમાર – 10 કિમી વોક
અન્નુ રાની – જેવેલિન થ્રો