+

India Economy : ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરથી વધશે : World Bank

India Economy : દેશની આર્થિક સ્થિતિને( India Economy )લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વ બેંકના (World Bank)અનુમાન અનુસાર વર્ષ-2024માં દેશની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વૃદ્ધિ થશે. આ વર્લ્ડ…

India Economy : દેશની આર્થિક સ્થિતિને( India Economy )લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વ બેંકના (World Bank)અનુમાન અનુસાર વર્ષ-2024માં દેશની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વૃદ્ધિ થશે. આ વર્લ્ડ બેંકના અગાઉના અંદાજ કરતાં 1.2 ટકા વધારે છે. વર્લ્ડ બેંકે એમ પણ કહ્યું છે કે સમગ્ર દક્ષિણ એશિયાના દેશો પણ 6 ટકાના મજબૂત દરે વૃદ્ધિ કરશે.

 

દક્ષિણ એશિયાના વિકાસનું એન્જિન બનશે ભારત

વિશ્વ બેંકે કહ્યું છે કે ભારતના ઝડપી વિકાસ દર અને પાકિસ્તાન અને શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં સુધારાને કારણે સાઉથ એશિયાના દેશોનો એકંદર વિકાસ દર ઝડપી રહેશે. વિશ્વ બેંકે મંગળવારે દક્ષિણ એશિયાના વિકાસ અંગેનું નવીનતમ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં ઉપરોક્ત અંદાજો લગાવવામાં આવ્યા છે. વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર આગામી બે વર્ષમાં વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં થશે. વર્ષ 2025માં પણ દક્ષિણ એશિયાના દેશોનો કુલ વિકાસ દર 6.1 ટકા રહેવાનો અંદાજ છે.

 

ભારતની અર્થવ્યવસ્થા દક્ષિણ એશિયાની કુલ અર્થવ્યવસ્થામાં સૌથી મોટી છે

વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ‘ભારતની અર્થવ્યવસ્થા દક્ષિણ એશિયાની કુલ અર્થવ્યવસ્થામાં સૌથી મોટી છે અને નાણાકીય વર્ષ 2023-24માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહી શકે છે. મિડ-ટર્મ પછી તે 6.6 ટકા પર પાછા આવી શકે છે. ભારતના વિકાસ દરમાં સૌથી મહત્વની બાબત સેવા ક્ષેત્ર અને ઔદ્યોગિક વિકાસ હશે. નાણાકીય વર્ષ 2024-25માં બાંગ્લાદેશનો વિકાસ દર 5.7 ટકાના દરે વધવાની ધારણા છે. જો કે, વધતી જતી ફુગાવા અને વેપાર અને વિદેશી હૂંડિયામણ પરના નિયંત્રણોને કારણે વૃદ્ધિ દરને અસર થશે.

 

પાકિસ્તાન અને શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા દક્ષિણ એશિયાના અન્ય દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળ્યા છે. વિશ્વ બેંકના અનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં પાકિસ્તાનનો વિકાસ દર 2.3 ટકા રહી શકે છે. જ્યારે શ્રીલંકામાં વર્ષ 2025માં વિકાસ દર 2.5 ટકા રહેશે. શ્રીલંકામાં પ્રવાસન અને વિદેશથી નાણાં આવવાના સંકેતો છે.

દક્ષિણ એશિયાનો વિકાસ દર ટૂંકા ગાળામાં મજબૂત રહેશે

વર્લ્ડ બેંકના અહેવાલમાં સાઉથ એશિયન દેશોના ડેવલપમેન્ટ રેટ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ એશિયા માટે વિશ્વ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ માર્ટિન રેગરે કહ્યું: ‘દક્ષિણ એશિયાનો વિકાસ દર ટૂંકા ગાળામાં મજબૂત રહેશે, પરંતુ નબળી નાણાકીય સ્થિતિ અને આબોહવા પરિવર્તન ક્ષેત્રના વિકાસ દર માટે મોટા જોખમો છે. વિકાસને વધુ સ્થિતિસ્થાપક બનાવવા માટે, દક્ષિણ એશિયાના દેશોએ ખાનગી રોકાણ અને રોજગાર વૃદ્ધિને પ્રોત્સાહન આપતી નીતિઓ ઘડવાની જરૂર છે.

 

આ  પણ  વાંચો – Forbes Richest List : ભારતમાં નવા 25 અબજોપતિ ઉમેરાયા, જાણો ટોચનું સ્થાન કોણે જાળવ્યું

આ  પણ  વાંચો Adani Energy : 10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનના આંકને વિંધનાર અદાણી એનર્જી ભારતની સર્વ પ્રથમ કંપની

Whatsapp share
facebook twitter