Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વેસ્ટ ઈન્ડિઝે ભારતને 312 રનનો લક્ષ્યાંક આપ્યો, શાઈ હોપે સદી ફટકારી

04:00 PM Apr 23, 2023 | Vipul Pandya

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે
સીરીઝની બીજી મેચ ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજી
વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો
નિર્ણય લીધો છે. શાઈ હોપની સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને
311 રન બનાવ્યા હતા.

 

પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમના
ઓપનરોએ સારી શરૂઆત આપી હતી. કાયલ મેયર્સ અને શાઈ હોપે પ્રથમ વિકેટ માટે 55 બોલમાં
65 રનની ભાગીદારી કરી હતી. મેયર્સ 23 બોલમાં 39 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
હતો. બ્રુક્સ અને હોપે બીજી વિકેટ માટે 74 બોલમાં 62 રનની ભાગીદારી કરી હતી.
બ્રુક્સ 35 રન બનાવીને આઉટ થયો હતો. બ્રાંડન કિંગ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો.