+

ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું, સતત ત્રીજી સિરીઝમાં સામેની ટીમનો ક્લીન સ્વીપ

ભારતની જીતશ્રીલંકા સામેની ત્રણ ટી20 મેચની સિરીઝની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું છે. જેની સાથે જ ભારતે 3-0ની લીડ સાથે સિરીઝ કબ્જે કરી છે. ધર્મશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, ભારતે શ્રીલંકાએ આપેલા 147 રનના લક્ષ્યાંકને 19 બોલ બાકી રહેતા જ મેળવી લીધું અને તે પણ માત્ર ચાર વિકેટવના નુકસાન પર.ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 73 રન બનાવ્યા. આ સતત ત્રીજી ટી20 સિરીà
ભારતની જીત
શ્રીલંકા સામેની ત્રણ ટી20 મેચની સિરીઝની છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું છે. જેની સાથે જ ભારતે 3-0ની લીડ સાથે સિરીઝ કબ્જે કરી છે. ધર્મશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, ભારતે શ્રીલંકાએ આપેલા 147 રનના લક્ષ્યાંકને 19 બોલ બાકી રહેતા જ મેળવી લીધું અને તે પણ માત્ર ચાર વિકેટવના નુકસાન પર.ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 73 રન બનાવ્યા. આ સતત ત્રીજી ટી20 સિરીઝ છે જેમાં ભારતીય ટીમે સામેવાળી ટીમનો વ્હાઇટવોશ કર્યો હોય. 
ભારતને જીત માટે 30 બોલમાં 24 રનની જરુર
વેંકટેશ અય્યર પણ પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર પહોંચ્યા હતા. 15 ઓવર બાદ ભારતને જાત માટે 30 બોલમાં 24 રનની જરુર છે. 15 ઓવર બાદ ભારત: 123/4

અય્યરની સતત ત્રીજી ફિફ્ટી
શ્રેયસ અય્યરે તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખીને શ્રેણીની સતત ત્રીજી મેચમાં ફિફ્ટી ફટકારી છે. આ વખતે 29 બોલમાં સિક્સ વડે પોતાની ફિફ્ટી પૂરી કરી. 12 ઓવર બાદ ભારત: 102/3

દીપક હુડ્ડા પણ આઉટ
શ્રીલંકન બોલર લહિર કુમારાએ ભારતને ત્રીજો ઝટકો આપ્યો. સંજુ સૈમસન આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા દીપક હુડ્ડાને કુમારાએ બોલ્ડ કર્યો. દીપકે 16 રનમાં 21 રન બનવ્યા હતા. 11 ઓવર બાદ ભારત: 93/3

ભારતને બીજો ઝટકો
ઓપનિંગ બેટ્સમેન તરીકે આવેલા સંજુ સૈમસને આ વખતે પણ નિરાશ કર્યા. કરુણારત્નાએ પોતાના પહેલા જ ઓવરમાં તેને આઉટ કર્યો. 18 રન બનાવીને સૈમસન પેવેલિયન પરત ફર્યો.  સાત ઓવર બાદ ભારત: 55/2

ભારતની ધીમી શરુઆત
શ્રીલંકાએ આપેલા 174 રનના લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતીય ટીમ ક્રીઝ પર પહોચી છે. આ વખતે રોહિત શર્મા સાથે સંજુ સૈમસન ઓપનિંગ જોડી તરીકે પીચ પર પહોંચ્યા છે. બીજી ઓવરમાં જ રોહિત શર્મા આઉટ થયા. દુશ્માંતા ચમીરાની બોલ પર કરુણારતનાએ તેમનો કેચ કર્યો. તેમણે નવ બોલમાં પાંચ રન બનાવ્યા. ત્યારબાદ શ્રેયસ અય્યર ક્રીઝ પર પહોંચ્યા છે. પહેલો પાવર પ્લે સમાપ્ત થયો છે. છ ઓવર બાદ ભારત: 47/1

ભારતને 174 રનનું લક્ષ્ય
શ્રીલંકન કેપ્ટન દશુન શનાકાએ માત્ર 29 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેમણે અણનમ 74 રન બન્વાયા છે. આ સાથે જ શ્રીલંકાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા છે. એટલે કે ભારતને જીત માટે 174 રનનો લક્ષ્ય આપ્યો છે.

શ્રીલકાના 100 રન પુરા
હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજની ઓવર મોંઘી સાબિત તઇ. બંનેની ઓવરમાં શ્રીલંકન બેટ્સમેને રન બનાવ્યા અને તેની સાથે જ શ્રીલંકન ટીમનો સ્કોર 100 ઉપર થયો. તો આ તરફ શ્રીલંકન કેપ્ટન દશુન શનાકા અને ચમિકા કરુણારત્નેની 50 રનની પાર્ટનરશીપ થઇ છે. 18 ઓવર બાદ શ્રીલંકા: 115/5

13 ઓવર બાદ શ્રીલંકા: 64/5
રવિ બિશ્નોઇએ પોતાના પહેલા જ ઓવર દરમિયાન જનિત લિયાનગેને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ હર્ષલ પટેલે દિનેશ ચાંદીમલની વિકેટ ઝડપીને શ્રીલંકાને પાંચમો ઝટકો આપ્યો હતો. 
પહેલા પાવરપ્લેમાં ભારતે ત્રણ વિકેટ ઝડપી
ભારતીય બોલરોએ પહેલા છ ઓવર એટલે કે પહેલા પાવરપ્લે દરમિયાન પોતાનો  દબદબો યથાવત રાખ્યો છે. પહેલી છ ઓવરમાં જ ભારતે શ્રીલંકાના ત્રણ વિકેટ ઝડપી લીધા છે. મોહમ્મદ સિરા બાદ આવેશ ખાને પથુમ નિસંકા અને ચરિથ અસલંકાની વિકેટ લીધી હતી. છ ઓવર બાદ શ્રીલંકા: 18/3
પ્રથમ ઓવરમાં જ શ્રીલંકાને ઝટકો
મેચની પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજે શાનદાર વાપસી કરીને શ્રીલંકાને મોટો ફટકો આપ્યો હતો. સિરાજે ઓવરના છેલ્લા બોલ પર દાનુષ્કા ગુણાતિલકાને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલી દીધો હતો. પહેલી ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર: 1/1 પર હતો. જેમાં પાથુમ નિસાંકા1, ચરિથ અસલંકા 0 પર રમી રહ્યાં હતાં.

ઇન્ડિયન ટીમનું શાનદાર પ્રદર્શન
દરેક મેચમાં રોહિત એન્ડ ટીમેનો શાનદાર પ્રદર્શન રહ્યું . જોકે સતત 2 T20માં મળેલી હાર પછી શ્રીલંકન ટીમે આજે પણ નબળી શરુઆત કરી હતી. ભારતે શનિવારે બીજી T20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે પહેલી મેચમાં શ્રીલંકાને 62 રનથી હરાવ્યું હતું.
મેચમાં બંને ટીમોમાં ફેરફાર
આ મેચમાં બંને ટીમોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં 4 ફેરફાર કર્યા છે. ટીમમાં રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને તક મળી છે. જેમાં આવેશ ખાનની સફળ શરુઆત રહી હતી. શ્રીલંકા સામે  સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ છ મેચો જીતી છે. શ્રીલંકાની ટીમે પણ આ મેચમાં બે ફેરફાર કર્યા છે. લિયાનેજ અને વાન્ડરસેએ પુનરાગમન કર્યું છે જ્યારે જયવિક્રમા અને મિસારાને સ્થાન મળ્યું નથી. 
 
બંને ટીમોનું પ્લેઇંગ ઇલેવન
IND: રોહિત શર્મા (કેપ્ટન), સંજૂ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રવીંદ્ર જાડેજા, વેંકટેશ અય્યર, દીપક હુડા, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આવેશ ખાન
SL: પાથુમ નિસાંકા, જેફરી વેન્ડરસે, ચરિથ અસલંકા, દિનેશ ચાંદિમલ (વિકેટકીપર), દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, જેનિથ લિયાનાગે, દુષ્મંતા ચમીરા, લાહિરૂ કુમારા, બિનુરા ફર્નાંડો, દનુષ્કા ગુણથિલકા.
શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરી 
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ આજે રમાઈ રહી છે. ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 
Whatsapp share
facebook twitter