Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ind vs SA T20 Series: આજે ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, સીરિઝ બચાવવા સૂર્યા બ્રિગેડ પાસે અંતિમ તક

11:40 AM Dec 14, 2023 | Vipul Sen

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હાલ ત્રણ મેચની ટી20 સીરિઝ ચાલી રહી છે, જેની આજે અંતિમ મેચ છે. આ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા 1-0થી આગળ છે. પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે બીજી મેચ DLS નિયમોથી સાઉથ આફ્રિકા 5 વિકેટથી જીત્યું હતું. આજે સીરિઝની અંતિમ મેચ રમાશે અને સીરિઝમાં હારથી બચવા માટે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવી ફરજિયાત છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આજની મેચ ભારતીય સમયાનુસાર રાતે 8.30 કલાકે શરૂ થશે. આ મેચ જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાશે. આજની મેચ જીતવા માટે ભારતીય ટીમને શાનદાર પ્રદર્શન કરવું પડશે. જો ટીમ આજની મેચ જીતી જશે તો તે સીરિઝને 1-1થી બચાવી શકશે. પરંતુ, ટીમ હારી તો ટી20 સીરિઝમાં 8 વર્ષ બાદ સાઉથ આફ્રિકા સામે આ પરાજય થશે. જણાવી દઈએ કે, ટી20 વિશ્વકપ પહેલા ટીમ ઇન્ડિયા માત્ર 4 ટી20 મેચ રમશે અને હવે તેમની પાસે પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાની બહુ તકો નથી.

જણાવી દઈએ કે, અગાઉ વર્ષ 2015-16માં સાઉથ આફ્રિકા ભારતમાં યોજાયેલ ટી20 સીરિઝ 2-0થી જીત્યું હતું. જ્યારે ભારત પણ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં 3 મેચોની એક પણ ટી20 સીરિઝ હાર્યું નથી. હાલની સીરિઝની બીજી ટી20 મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને મુકેશ કુમારનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. તેમણે અનુક્રમે 15.50 અને 11.33 રન પ્રતિ ઓવરની ઇકોનોમીથી રન આપ્યા હતા. જ્યારે ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ બંને 0 પર પેવેલિયન ભેગા થયા હતા. તિલક શર્માએ 29, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 અને રિંકુ સિંહે 68ની પારી રમી હતી. રિંકુ સિંહે તેની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો.

 

આ પણ વાંચો – World Cup 2023 માં સૌથી પ્રભાવશાળી બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાના આ બોલરને મળી શકે છે Arjun Award