Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND Vs SA 2nd Test : કેપટાઉનમાં ‘મિયાં મેજિક’, સિરાજે ઝડપી 6 વિકેટ, SA ટીમ માત્ર 55 રનમાં જ ઢેર

04:14 PM Jan 03, 2024 | Vipul Sen

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે આજે કેપટાઉન (Capetown) ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલરોએ શાનદાર પ્રદર્શન કરી સાઉથ આફ્રિકાની આખી ટીમને માત્ર 55 રનના નજીવા સ્કોર પર પેવેલિયન ભેગી કરી દીધી છે. આ સાથે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રન પર જ સમેટાઈ ગયો છે. ભારતીય બોલર્સની ઘાતકી બોલિંગ સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો એક પણ ક્ષણ ટકી શક્યા ન હતા. ભારત તરફથી ઝડપી બોલર સિરાજે (Mohammed Siraj) 6 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ (Jasprit Bumrah) અને મુકેશ કુમારને (Mukesh Kumar) 2-2 વિકેટ મળી હતી. લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.

મેચમાં (IND vs SA) મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી છે. જ્યારે જસપ્રિય બુમરાહે 8 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ અને મુકેશ કુમારે 2.2 ઓવરમાં એક પણ રન આપ્યા વિના 2 વિકેટ ઝડપી છે. પ્રસિદ્ધ કૃષ્ણાને કોઈ સફળતા મળી નથી. મેઇડન ઓવરની વાત કરીએ તો સિરાજે 3, મુકેશ કુમારે 2 અને બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 ઓવર મેઇડન લીધા હતા. સાઉથ આફ્રિકાની બેટિંગની વાત કરીએ તો ડબલ આંકમાં માત્ર ડેવિડ બેડિંગહામ (12) અને કાઇલ વેરિન (15) બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટ્સમેન સિંગલ ડિઝિટમાં પેવેલિયન ભેગા થયા છે.

જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2024-25) ના પોઈન્ટ ટેબલમાં સાઉથ આફ્રિકા (South Africa) હાલ ટોચ પર છે. જ્યારે ટીમ ઇન્ડિયા 14 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. જો ટીમ ઇન્ડિયાનો આ ટેસ્ટ મેચમાં (IND vs SA) પરાજય થાય તો પોઇન્ટ ટેબલમાં તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કેપટાઉનના આ મેદાન પર છેલ્લા 6 મેચમાંથી ટીમ ઇન્ડિયાને 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે જીતની દ્રષ્ટિએ છેલ્લા 6 મહિના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) માટે સારા રહ્યાં નથી. ત્યારે હવે રોહિત શર્મા આ સિલસિલાને બદલવાની કોશિશ કરશે.

ભારતની ટીમ પ્લેઇંગ ઇલેવન:

રોહિત શર્મા (c), KL રાહુલ (wk), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર, રવિન્દ્ર જાડેજા

 

આ પણ વાંચો – INDvsSA 2nd Test : આજે ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, સિરીઝ બચાવવા મેદાને ઉતરશે રોહિત બ્રિગેડ