Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs IRE 2nd T20 : ભારત-આયરલેન્ડ વચ્ચે આજે બીજી T-20 મેચ, જાણો પિચ રિપોર્ટ

06:15 PM Aug 20, 2023 | Hiren Dave

ભારત અને આયરલેન્ડ વચ્ચે 3 મેચની T-20 સીરિઝની આજે બીજી મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. જેથી ભારતીય ટીમ આજે પણ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે, બીજી તરફ આયરલેન્ડ આ મેચ જીતીને સીરિઝ બરાબરી પર લાવવાનો પ્રયાસ કરશે. આજની આ મેચ પણ ડબલિનના ધ વિલેજમાં જ રમવામાં આવશે.

 

બુમરાહ પ્રથમ વખત T-20 ફોર્મેટમાં કેપ્ટન

11 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનારા ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ પ્રથમ T-20 મેચમાં ઘાતક સાબિત થયા હતા. બુમરાહે પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ પોતાના નામે કરી હતી. જેથી આજે પણ બુમરાહ આવું કરવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા છે. જેથી તે સીરિઝ જીતવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશે.

 

તિલક વર્મા શૂન્યમાં આઉટ થયો હતો

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કરનારો તિલક વર્મા આયરલેન્ડ વિરુદ્ધ પ્રથમ T-20 મેચમાં નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. જો કે, તે ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. જેથી આજે તે રન બનાવીને એશિયા કપની ટીમમાં સામેલ થવાનો પ્રયાસ કરશે.

પિચ રિપોર્ટ

ડબલિનના ધ વિલેજની પિચ બેટ્સમેન માટે અનુરૂપ સાબિત થતી હોય છે. પરંતુ પ્રથમ T-20 મેચમાં આ પિચ પર બોલર્સે સારૂં પ્રદર્શન કર્યું હતું. આ પિચ પર અનેક વખત 200 પ્લસ સ્કોર થયો છે. જેથી આજની મેચમાં પણ હાઈસ્કોર જોવા મળી શકે છે. જો કે, ટોસ જીતનારી ટીમ આ પિચ પર બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

બુમરાહે કર્યું હતું શ્રેષ્ઠ પ્રદર્શન

જસપ્રીત બુમરાહે 11 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી સાથે પોતાની બોલિંગથી કમાલ કર્યો હતો. બુમરાહે પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ લીધી હતી. બુમરાહે કુલ 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ પ્રાપ્ત કરી હતી. સાથે પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ પણ 2-2 વિકેટ લીધી હતી.

બૈરી મેક્કાર્થીએ બનાવ્યા હતા 51 રન

પ્રથમ મેચમાં આયરલેન્ડના ઉપરી ક્રમના બેટ્સમેનોએ ખુબ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. જો કે, મિડલ ઓર્ડરમાં બૈરી મૈક્કાર્થીએ 33 બોલમાં 51 રનની અણનમ ઈનિંગ રમની આયરલેન્ડ માટે સન્માનજનક સ્કોર કર્યો હતો. આ ઉપરાંત કર્ટિસ ફેમ્ફરે પણ 39 રનની ઈનિંગ રમી હતી.

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન

આયરલેન્ડ- પોલ સ્ટર્લિંગ(કેપ્ટન), એંડ્રયૂ બાલબર્ની, કોરકન ટકર(વિકેટકીપર), હૈરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જોર્જ ડોકરેલ, માર્ક અડાયર, બૈરી મૈક્કાર્થી, ક્રેગ યંગ, જોશ લિટિલ અને બેન વ્હાઈટ.

ભારત- ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સંજૂ સેમસન(વિકેટકીપર), રિંકૂ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ(કેપ્ટન) અને રવિ બિશ્નોઈ.

આ  પણ  વાંચો –એકવાર ફરી ODI WORLD CUP 2023 ના SCHEDULE માં થઇ શકે છે ફેરફાર