Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs AUS 1st T20I : જો ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાએ મેળવી જીત તો પાકિસ્તાનને નહીં આવે પસંદ, જાણો કેમ

07:04 PM Nov 23, 2023 | Hardik Shah

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી T20I ની પાંચ મેચોની સિરીઝ શરૂ થવા જઇ રહી છે. ત્યારે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઈનલ મેચનો બદલો લેવા મેદાને ઉતરશે. ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટનશિપ કરતા જોવા મળશે. સાથે જ ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં મોટો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી શકે છે.

ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવાની નજીક

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર T20 ટીમનું નેતૃત્વ કરશે. જો ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં ઓછામાં ઓછી ત્રણ મેચ જીતે છે તો તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની જશે. આ રેકોર્ડ હાલમાં પાકિસ્તાન ટીમના નામે છે. પાકિસ્તાને અત્યાર સુધી 135 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. તે જ સમયે, ભારતે T20 આંતરરાષ્ટ્રીયમાં અત્યાર સુધીમાં 133 જીત નોંધાવી છે.

T20માં સૌથી વધુ મેચ જીતનારી ટીમ
પાકિસ્તાન – 135 જીત

ભારત – 133 જીત
ન્યુઝીલેન્ડ – 102 જીત
દક્ષિણ આફ્રિકા – 95 જીત
ઓસ્ટ્રેલિયા – 94 જીત

સિરીઝનો શેડ્યૂલ

આ શ્રેણી વિશાખાપટ્ટનમ, તિરુવનંતપુરમ, ગુવાહાટી, નાગપુર અને હૈદરાબાદમાં રમાશે.

ભારત vs ઓસ્ટ્રેલિયા પ્રથમ T20: 23 નવેમ્બર વિશાખાપટ્ટનમ

ભારત vs ઓસ્ટ્રેલિયા બીજી T20: 26 નવેમ્બર, ત્રિવેન્દ્રમ

ભારત vs ઓસ્ટ્રેલિયા ત્રીજી T20: 28 નવેમ્બર ગુવાહાટી

ભારત vs ઓસ્ટ્રેલિયા ચોથી T20: 1 ડિસેમ્બર નાગપુર

ભારત vs ઓસ્ટ્રેલિયા પાંચમી T20: 3 ડિસેમ્બર હૈદરાબાદ

T20 માં હેડ ટુ હેડ આંકડા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 26 T20 મેચ રમાઈ છે જેમાં ટીમ ઈન્ડિયાએ 15 મેચ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના નામે માત્ર 10 મેચ છે. એક મેચ પણ અનિર્ણિત રહી છે. બીજી તરફ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 10 T20 મેચ રમી છે જેમાંથી 6માં તેને જીત મળી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો – IND vs AUS : પહેલી T20 માટે બંને ટીમ તૈયાર, વિશાખાપટ્ટનમમાં સૂર્ય પર રહેશે સૌની નજર

આ પણ વાંચો – Mohammed Shami : ‘તે અલગ જ ક્ષણ હતી જ્યારે PM MODI અમને મળ્યા’..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ