Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશમાં Coronavirus ના નવા વેરિઅન્ટનો વધ્યો ખતરો, જાણો સૌથી વધુ કયા રાજ્યમાં નોંધાયા કેસ

03:57 PM Jan 05, 2024 | Hardik Shah

દેશમાં ધીમે ધીમે કોરોનાવાયરસ (Coronavirus) ના કેસમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં દેશમાં કોરોનાનો નવો વેરિઅન્ટ JN.1 ના કેસ નોંધાયા છે. અત્યાર સુધી ઘણા રાજ્યો આ વાયરસથી પ્રભાવિત થયા છે. નવા વેરિઅન્ટ (New Variant) ની ઝપટમાં ઘણા લોકો આવી રહ્યા છે. આ અંગે WHO એ ચેતવણી આપી સાવચેત રહેવા કહ્યું છે.

WHO આપી ચેતવણી

જે કોરોનાને આપણે ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે એકવાર ફરી નવા વેરિઅન્ટ સાથે ડરાવતો જોવા  મળી રહ્યો છે. સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus) ના 761 નવા કેસ નોંધાયા છે અને કોવિડ-19ને કારણે 12 દર્દીઓના મોત થયા છે. ત્યારે આ નવા વેરિઅન્ટ (New Variant) થી લોકોએ સાવચેત રહેવાનું WHO પણ કહી ચુક્યું છે. નવા વેરિઅન્ટ JN.1 ના મોટાભાગના કેસ દેશના દક્ષિણી રાજ્યોમાં નોંધાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, JN.1 વાયરસ દેશના 12 રાજ્યોમાં ફેલાયો છે. નવા કોવિડ વેરિઅન્ટ JN.1ના અત્યાર સુધીમાં કુલ 619 કેસ નોંધાયા છે. આ વાયરસનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો, જ્યાં 2 લોકો સંક્રમિત થયા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હોસ્પિટલોને તૈયાર રહેવા જણાવ્યું છે.

ગુજરાત સહિત 12 રાજ્યોમાં નવા વેરિઅન્ટનો ફેલાવો થયો

ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત લગભગ 12 રાજ્યોમાં નવા વેરિઅન્ટના વાયરસ મળી આવ્યા છે. આ વાયરસની સૌથી વધુ અસર કર્ણાટકમાં જોવા મળી રહી છે, જ્યાં 199 કેસ નોંધાયા છે. આ આંકડો 4 જાન્યુઆરી, 2024 સુધી નોંધાયેલા JN.1 કેસનો છે. કેરળ બીજા સ્થાને છે અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે, જ્યાં અનુક્રમે 148 અને 110 કેસ નોંધાયા છે. આ વાયરસ દેશની રાષ્ટ્રીય રાજધાની સુધી પણ પહોંચી ગયો છે. દિલ્હીમાં નવા વેરિઅન્ટ JN.1 ના કુલ 15 કેસ નોંધાયા છે. ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશમાં 30 અને તમિલનાડુમાં 26 કેસ નોંધાયા છે. વળી, રાજસ્થાનમાં 4, તેલંગાણામાં 2, ઓડિશા અને હરિયાણામાં 1-1 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો – Corona : સાચવજો…11 રાજ્યોમાં JN.1 વેરિયન્ટના 500થી વધુ કેસ, 24 કલાકમાં 5ના મોત

આ પણ વાંચો – Corona : નવા વર્ષમાં ચિંતા વધારશે! આ રાજ્યોમાં કોરોનાનો પગપેસારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ