+

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અલગ – અલગ પાકોની આવક શરૂ

અહેવાલ – વિશ્વાસ ભોજાણી ગુજરાતનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીઓની આવકો શરૂ થવા પામી હતી. જેમાં મગફળીની ગોંડલ યાર્ડમાં 70 થી 80 હજાર ગુણીની આવક જોવા મળી…

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

ગુજરાતનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીઓની આવકો શરૂ થવા પામી હતી. જેમાં મગફળીની ગોંડલ યાર્ડમાં 70 થી 80 હજાર ગુણીની આવક જોવા મળી હતી. ગોંડલ યાર્ડમાં બિંદુ મગફળીની રોજિંદા આશરે 200 થી 300 ગુણીની આવક જોવા મળી હતી.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગુજરાતની સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અલગ – અલગ પાકોની આવક શરૂ થઇ ગઇ છે. જેમાં 70 થી 80 હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. મગફળીની હરરાજીમાં 20 કિલો મગફળીના ભાવ 1000 /- થી 1500/- સુધીના બોલાયા હતા. ગોંડલ યાર્ડમાં બિંદુ મગફળીની હરરાજીમાં 20 કિલોના ભાવ 1700/- થી 1900/- સુધીના બોલાયા હતા.

બિંદુ મગફળીની આવક જોવા મળી

ગોંડલ યાર્ડના વેપારી પરેશભાઈ વાડોદરિયાએ જણાવ્યું હતું કે, ગોંડલ યાર્ડમાં રોજિંદા આશરે 200 થી 300 ગુણી બિંદુ મગફળીની આવક થાય છે. આજે બિંદુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં સરેરાશ ભાવ 1900/- સુધીના ખેડૂતોને મળે છે. બિંદુ મગફળીની વધુ માંગ સાઉથમાં છે. સાઉથમાં આ બિંદુ મગફળી બિયારણમાં લેવામાં આવે છે.

આગામી સમયમાં મગફળીની આવક વધશે : યાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યુ હતું કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ યાર્ડમાં આવે છે. આગામી સમયમાં મગફળીની આવક વધશે. ગોંડલ યાર્ડ આગામી સમયમાં 70 થી 75 હજાર મગફળીની ગુણીનું રોજિંદા વહેચાણ થાય તે પ્રક્રિયા હાથ ધરશે.

આ પણ વાંચો – બીગ બીનો આ ફેન છે અનોખો, બીગ બીના 81મા જન્મદિવસે તેણે બનાવ્યુ છે બીગ બીના 8100 ફોટોનું કલેક્શન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter