+

BJP : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે દ્વારકા ખાતે નવા શ્રી દ્વારકેશ કમલમનું ઉદ્ગાટન

BJP GUJARAT : ભારતીય જનતા પાર્ટી (BJP) નો આજરોજ સ્થાપના દિવસ ઉજવાયો. આજના દિવસે GUJARAT પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમા તેમજ BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના હસ્તે દ્વારકા ખાતે નવીન…

BJP GUJARAT : ભારતીય જનતા પાર્ટી (BJP) નો આજરોજ સ્થાપના દિવસ ઉજવાયો. આજના દિવસે GUJARAT પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમા તેમજ BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના હસ્તે દ્વારકા ખાતે નવીન કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનુ ઉદ્ગાટન કર્યુ તેમજ બૂથ કાર્યકર્તા સંમેલન તેમની અધ્યક્ષતામા યોજાયું. આજે પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી કાર્યાલય ખાતે ધ્વજ વંદન કર્યુ. આ કાર્યક્રમમા જિલ્લાના પ્રમુખ મયુરભાઇ ગઢવીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

કાર્યકર્તાઓ નાનુ-મોટુ યોગદાન આપે છે

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવનિર્મિત કાર્યાલયના શુભારંભ પ્રસંગે કાર્યકર્તાઓને શુભકામના પાઠવી. કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનુ નિર્માણ થાય છે તે ફકત ભાજપમા શક્ય બને છે. કાર્યકર્તાઓ નાનુ-મોટુ યોગદાન આપે છે. કાર્યાલય થકી લોકોના પ્રશ્નોનુ નિવારણ કરવા કાર્યાલયનો ઉપયોગ થશે તેવો વિશ્વાસ છે. સત્તા મેળવી સત્તા દ્વારા સત્તાના માધ્યમથી જનતાની સેવા કરવાનુ સાર્થક કાર્ય ભાજપના કાર્યકર્તાઓએ કર્યુ છે. આજે મોદી સાહેબ દેશ સાથે વિશ્વના દેશોને પણ માર્ગદર્શન આપે છે.

મારો જન્મ જીત માટે થયો છે

વધુમાં પાટીલજીએ જણાવ્યું કે, બધા કાર્યકર્તાઓએ સંકલ્પ કરવો જોઇએ કે મારો જન્મ જીત માટે થયો છે. રોજીંદા જીવનમા આ સંકલ્પ સાથે કામ કરવાથી સફળતા મળશે. મોદી સાહેબે સૌ સમાજને સાથે રાખી વિકાસના કાર્યો કર્યા છે. મોદી સાહેબ દસ વર્ષમા 25 કરોડ લોકોને ગરિબિ રેખાથી બહાર લાવ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસે સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવું છુ અને આજે સંકલ્પ કરે કે મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે તેમાથી એક કામ કરી યોગદાન આપો.

ગુજરાતના કાર્યકર્તાઓનુ મોટુ યોગદાન

આ કાર્યક્રમમા સાંસદ તેમજ ઉમેદવાર પૂનમબેન માડમે સંબોધન કરતા જણાવ્યું કે, આજે પાર્ટીના સ્થાપના દિવસે સર્વે કાર્યકર્તાઓને શુભકામના.કાર્યકર્તાઓની મહેનતથી અને મોદી સાહેબના નેતૃત્વમા ભાજપ વિશ્વની મોટી પાર્ટી બની છે. આજે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે તેમા ગુજરાતના કાર્યકર્તાઓનુ મોટુ યોગદાન છે.

મહાનુભાવો હાજર

આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા, કુવરજીભાઈ બાવળીયા,સાંસદ પૂનમબેન માંડમ, જીલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી,પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્યો પ્રભુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, પ્રદેશ મંત્રીઓ રઘુભાઈ હુંબલ, પૂર્વ ધારાસભ્યો,પૂર્વ સાંસદો તેમજ પદાધિકારીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો—— PM Modi in Saharanpur: ભાજપ માટે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ પ્રથમ – વડાપ્રધાન મોદી

આ પણ વાંચો—— BJP foundation day : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ધ્વજ ફરકાવી ઉજવણી કરી

Whatsapp share
facebook twitter