Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયા સામેના યુદ્ધમાં 500 થી વધુ ભારતીયોએ સેનામાં જોડાવા માટે કરી અરજી

04:28 PM Apr 28, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેલ્લા 14 દિવસથી ચાલી રહ્યું છે. યુદ્ધમાં યુક્રેનના ઘણા શહેર બરબાદ થઇ ચુક્યા છે. આ વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક ભૂતપૂર્વ સૈનિકો સહિત દેશભરમાંથી 500 થી વધુ ભારતીયોએ સ્વૈચ્છિક રીતે યુક્રેનમાં રશિયન દળો સામે લડવા માટે બનાવવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સેનામાં જોડાવા માટે અરજીઓ સબમિટ કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં એક ભારતીય યુક્રેન ઈન્ટરનેશનલ આર્મીમાં જોડાઈ ગયો છે.
યુક્રેનિયન મીડિયામાં ચાલી રહેલા સમાચાર મુજબ, ભારતના તમિલનાડુના કોઈમ્બતુરનો રહેવાસી 21 વર્ષીય સૈનિકેશ રવિચંદ્રન રશિયા સામેના યુદ્ધને સમર્થન આપવા માટે યુક્રેનિયન આર્મીમાં જોડાયો છે. નોંધપાત્ર વાત એ છે કે, રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિશ્વભરના લોકોને વિનંતી કરી હતી કે તેઓ તેમની સેનામાં જોડાય અને તેમની મદદ કરવા માંગતા લોકોને શસ્ત્રો પ્રદાન કરે જેથી તેઓ રશિયા સામે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનની મદદ કરી શકે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના પ્રાદેશિક સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સૈન્ય બનાવવાની જાહેરાત કર્યા પછી (જે પ્રાદેશિક સંરક્ષણ ટુકડી હેઠળ કાર્ય કરશે) સ્વયંસેવક દળમાં જોડાવાના પગલાની વિગતો આપતી એક અલગ વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી.

એક સ્ત્રોતે સમજાવ્યું કે, અરજીઓ પ્રાપ્ત કરવાનો અર્થ એ નથી કે તેઓ મૂળભૂત રીતે સ્વીકારવામાં આવે છે. તે સંબંધિત દેશોના સ્થાનિક કાયદા સહિતના ચોક્કસ માપદંડો પર આધારિત એક લાંબી પ્રક્રિયા છે અને યુક્રેન સરકાર દ્વારા સ્વયંસેવકોને સ્વીકારવાની પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સત્તાવાર અને રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે, એક ભારતીય વિદ્યાર્થી ખાર્કિવમાં પ્રાદેશિક સંરક્ષણ ટુકડીમાં જોડાયો છે. નવી દિલ્હીમાં સુરક્ષા સંસ્થાના એક સૂત્રએ જણાવ્યું કે યુવક તમિલનાડુનો છે.
6 માર્ચના રોજ, યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ જાહેરાત કરી કે, 52 દેશોના લગભગ 20,000 સ્વયંસેવકોએ યુક્રેનની રક્ષા માટે “આંતરરાષ્ટ્રીય સેના”માં જોડાવા માટે સાઇન અપ કર્યું છે. તેમણે એક ટીવી સંબોધનમાં કહ્યું, “આજે સમગ્ર વિશ્વ માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ કાર્યોમાં પણ યુક્રેનની પડખે છે.” યુક્રેનના મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, સૈન્યમાં જોડાવાની 3,000 યુએસ અરજીઓ મળી છે.